
25-સપ્ટે.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ગત વર્ષે સરકારે સમાધાન કર્યુ પણ અમલીકરણ ન થતા હવે અંતિમ માર્ગ આંદોલન.
ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્રારા તમામ સંવર્ગના શિક્ષકો તેમજ કર્મચારીઓ ના પ્રશ્નો અંગે માન. મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી ૨૧ સપ્ટેમ્બર સુધી માંગણીઓ પૂરી કરવા રજુઆત કરવામાં આવી હતી અને આ સમય સુધી માંગણીઓ નહીં સંતોષવામા આવે તો સંગઠન આંદોલનનો માર્ગ અપનાવશે એવું સ્પષ્ટ લખવામાં આવ્યું હતું, પરંતુ અલ્ટીમેટમની તારીખ પૂર્ણ થયા પછી પણ પડતર પ્રશ્નો બાબતે સરકારશ્રી દ્વારા યોગ્ય નિરાકરણ રુપે પરિપત્રો ન કરાતા તા. ૨/૧૦ ગાંધીજયંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે જવાની રણનીતિ હાથ ધરી છે. જેમા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના સંકલન સમિતિના તમામ ૯ સંવર્ગોના લાખો શિક્ષકો અને કમૅચારીઓ ગાંધીજયંતિથી ગાંધીજીને સુતરની આટી પહેરાવી, પ્રાર્થના સહ સૂત્રોચાર કરી મા ભારતીને માટીનુ તિલક કરી, સંસદ સભ્ય, ધારાસભ્યો, જીલ્લા પંચાયત પ્રમુખ તેમજ જીલ્લા ભાજપ પ્રમુખને રુબરુ મળી આવેદન આપી, શિક્ષકોના (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓને “જૂની પેન્શન યોજના” લાગુ પાડતો પરીપત્ર કરવો (૨) વર્ધિત પેન્શન યોજના ધારકોને કેન્દ્રના ધોરણે સીપીએફ ૧૦% ફાળાની કપાત સામે સરકારનો ૧૪% ફાળો જમા કરવા પરીપત્ર કરવો (૩) વર્ધિત પેન્શન ધારકોને નિવૃતી સમયે ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર આપવાના પરીપત્રનો અમલ કરવો (૪) તમામ કર્મચારીને કાયમી પેન્શન મળે વગેરે જેવા અનેક પડતર પ્રશ્નો સમજાવી તેઓ તેમના લેટર પેડ પર લોક પ્રતિનિધિ તરીકે સરકારમાં રજૂઆત કરે તેવી માંગણી અને લાગણી વ્યક્ત કરવામાં આવશે. ૭/૧૦ સુધી ચાલનાર આ કાયૅક્રમમાં ખાદી ખરીદી જેવા રચનાત્મક કાર્યો પણ સંગઠન દ્વારા કરવામા આવશે. રાજય સંગઠનના નિર્ણયને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ સરકારી પ્રાથમિક અધ્યક્ષ રામસંગજી જાડેજા અને મહામંત્રી રમેશભાઈ ગાગલ, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ નયનભાઈ વાંઝા અને મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ મુખ્ય શિક્ષક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષ ભરતભાઇ ભુરિયા, મહામંત્રી અમરાભાઈ રબારી સહીતના વિવિધ સંવર્ગોના પદાધિકારીઓ દ્વારા આવકાર આપવામા આવેછે અને કચ્છ જિલ્લાના તમામ શિક્ષકો અને કર્મચારીઓને આ સત્યાગ્રહમાં સહભાગી થવા આહવાન કરવામા આવે છે.








