SURATSURAT CITY / TALUKO

સુરતમાં PSI રૂ.10 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

સુરતમાં PSI રૂ.10 લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયા

ગુજરાતમાં ફરી એકવાર પોલીસની છબી ખરડાઈ છે. સુરત શહેરમાં પોલીસ સબ ઈન્સ્પેક્ટર લાખો રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. સાથે PSIના બે વચેટીયાઓ પણ ઝડપાયા હતા. ખુદ પોલીસકર્મી જ લાંચ લેતા ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો

ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાંચ માગી
વિગતો મુજબ, સુરતના શહેરના ઉતરાણ પોલીસ સ્ટેશનના PSI ડી.કે ચોસલા તથા તેમના અન્ય બે સાગરિતો લાંચના છટકામાં ઝડપાયા હતા. PSI ડી.કે ચોસલાએ સામાન્ય અરજીના સાહેદને ખોટા કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હતી. અને આ માટે રૂ.10 લાખની લાંચની માગણી કરી હતી. જોકે ફરિયાદીએ સમગ્ર મામલે ACBને જાણ કરતા એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં PSI ઝડપાઈ ગયા ..

[wptube id="1252022"]
Back to top button