PANCHMAHAL

કાલોલ ના વકીલ ની કારના વીમા બાબતે કાર ડીલર અને વીમા કંપની ને ગ્રાહક કોર્ટે જવાબદાર ઠેરવી વળતર અપાવ્યુ

તારીખ ૧૯/૦૭/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ખાતે વકીલાત કરતા સોમાભાઈ શંકરભાઈ વણકરે ગત તા ૨૪/૧૦/૧૨ ના રોજ વેગનઆર પેટ્રોલ કાર ગોધરાની આર બી કાર નામના ડીલર પાસેથી ખરીદી હતી અને વિમાની પોલિસી આઈસીઆઈસીઆઈ લોમ્બર્ડ જનરલ ઈન્સુરન્સ કંપની નો વીમો લીધો હતો કાર ખરીદી હતી ત્યારે વાહન પસિંગ ની કાર્યવાહી દરમિયાન ડીલરે કાર ધારક નું અંગ્રેજી માં ખોટુ નામ લખી નાખ્યુ હતુ અને ફ્કત પેટ્રોલ કાર હોવા છતા પણ પેટ્રોલ/ સીએનજી લખાવી દીધેલ જેથી આરસી બુકમાં પણ ભૂલ વાળુ નામ અને બન્ને ઈંધણ નાં વિકલ્પ બતાવેલ. ગત ૧૧/૧૧/૨૦૨૦ ના રોજ વકીલની કાર ને નજીવો અકસ્માત થયો હતો જેથી બીજા દિવસે ડીલર ને ત્યા કાર રીપેર માટે આપેલ અને વીમા કંપની ને અકસ્માત ની જાણ કરી હતી ક્લેમ કનફરમ કરવા છતાં વીમા કંપની એ કોઈ વળતર ન ચૂકવતા કાર રીપેરીંગ નાં રૂ ૧૦,૨૦૦/ કાર ડીલર આર બી કાર ને ચુકવી આપી રોકડાનું બીલ મેળવેલ તેમ છતા પણ વીમા કંપની એ ક્લેમ ની રકમ ચુકવી નહોતી જેથી વીમા કંપની ને નોટીસ આપી હતી ત્યારબાદ વીમા કંપની એ કાર ડીલર આર બી કાર ને ગેરકાયદેસર રીતે ક્લેમ નાં ફુલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ પેટે રૂ ૩,૨૮૫/ ચુકવી આપેલા અરજદાર વકીલે રીપેરીંગ નું પુરેપુરું બીલ ચુકવી આપેલ તેમ છતા પણ ક્લેમ ની રકમ વીમા કંપની એ કાર ડીલર ને ચુકવી આપતા વકીલ દ્વારા પંચમહાલ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ પોતાનાં વકીલ એસ એચ ભટ્ટ અને ડી એચ પરમાર મારફતે દાખલ કરી હતી જે અરજી મા કાનુની પ્રક્રીયા થયા બાદ વીમા કંપની અને કાર ડીલર દ્વારા જવાબ રજુ કરવામાં આવેલ.તમામ દસ્તાવેજો અને પુરાવા જોતા કમિશન દ્વારા ડીલરે ફરિયાદી પાસેથી પૂરેપૂરી બિલની રકમ લીધા પછી પણ વીમા કંપની પાસેથી પણ રકમ વસૂલી લઈ ગેરવાજબી વ્યાપાર પ્રથા આચરેલ હોવાનુ જણાવી અરજદાર ને આરસી બુક મા ડીલર ના ખર્ચે નામ સુધારી આપવા રૂ ૪,૨૩૦/વીમા કંપની એ ૬% વ્યાજ સાથે ચુકવી આપવા તથા ગ્રાહક પાસેથી વસૂલવા છતા પણ વીમા કંપની પાસેથી ક્લેમ ના રૂ ૩૨૮૫/ લેનાર ડીલર ને રૂ ૫,૭૯૦/ ચુકવી આપવા, તથા ડીલર અને વીમા કંપની ને સંયુકત અને વિભક્ત રીતે માનસીક ત્રાસ ના રૂ ૧૦,૦૦૦/અને અરજી ખર્ચ નાં રૂ ૧,૦૦૦/ચુકવી આપવાનો હુકમ કરેલ છે અરજદાર ને ચૂકવવાની રકમ ડાયરેક્ટ ચેક થી ચુકવી કમિશન ને જાણ કરવાનો હુકમ કરેલ છે.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button