BHUJGUJARATKUTCH

જિલ્લા પંચાયતના નવનિયુક્ત ઉપપ્રમુખ મનિષાબેન વેલાણીનું કરાયું બહુમાન

23-,સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :& રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- શ્રી સુખપર કુમાર /કન્યાશાળા 2 ના પ્રાંગણમાં બંને શાળાની એસ.એમ.સી., વાલીઓ અને વિદ્યાર્થીઓ ની હાજરીમાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત ઉપપ્રમુખ શ્રીમતી મનિષાબેન વેલાણીનું સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવેલ. સાથે સાથે 15 મી ઓગસ્ટના દાતાશ્રીઓનું, રાષ્ટ્રીય તહેવારના દિવસે યોજાયેલ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને તથા કૃષ્ણ જન્મોત્સવ માં ભાગ લેનાર વિદ્યાર્થીઓને વાલીઓ અને દાતાશ્રીઓના હસ્તે સ્મૃતિ ભેટ આપવામાં આવેલ. આ પ્રસંગે વિશેષ અતિથિ તરીકે ગામના સરપંચ શ્રીમતી પૂનમબેન મેપાણી ઉપસ્થિત રહેલ. દાન આપનાર દાતાશ્રીઓ શ્રી લાલજીભાઈ રાબડીયા, શ્રી કરસનભાઈ ખેતાણી, શ્રી વેલજી કાનજી મેપાણી, શ્રીમતી પુનમબેન મેપાણી, મદનપુર સ્વામિનારાયણ મંદિર, પ્રવીણભાઈ રૂપાલીયા ઉપસ્થિત સૌ દાતાઓનું આભાર દર્શન કરી અભિવાદન કરવામાં આવેલ. શાળામાં નવા આવેલ શિક્ષક શ્રી પૃથ્વીરાજસિંહ જાડેજા તથા શ્રીમતી ભાવનાબેન મહેતા નું પણ શાલ ઓઢાડી સ્વાગત કરાયું. સુખપર કુમાર શાળા 2 ના બાળ વૈજ્ઞાનિકો તથા શિક્ષકશ્રીઓનું પણ સન્માન કરવામાં આવેલ. આ પ્રસંગે એસએમસીના અધ્યક્ષ કાંતિભાઈ, દક્ષાબેન અને વાલીઓ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રીમતી બ્રિજેપાબેન રાજદેવે કરેલ જ્યારે પ્રસંગ પરિચય અને શાબ્દિક આવકાર આચાર્યશ્રી ઘનશ્યામસિંહ જાડેજા એ આપેલ.કન્યા શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ ગોરે પ્રાસંગિક ઉદબોધન કરેલ. આભાર વિધી શ્રી દિપેશભાઈ નાકરે પૂર્ણ કરેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બંને શાળાના શિક્ષક મિત્રોએ મદદ કરેલ. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી મનીષાબેને પોતાના ઉદબોધનમાં સૌનો જાહેર આભાર માનેલ અને શાળા અને ગામના વિકાસ માટે જે પણ કંઈ થઈ શકતું હોય તે કરવાની નેમ જાહેર કરેલ.

[wptube id="1252022"]
Back to top button