જંબુસર તાલુકાનાં નોંધણા અને ધોરીપરબ વચ્ચે જુગાર રમતાં ચાર આરોપીઓ ૮ ,૪૦,૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા
જંબુસર તાલુકાનાં
નોંધણા અને ધોરીપરબ વચ્ચે જુગાર રમતાં ચાર આરોપીઓ ૮ ,૪૦,૫૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. જ્યારે સાત આરોપીઓ ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.
જંબુસર તાલુકાનાં નોંધણા અને ધોરી પરબની વચ્ચે કેટલાક જુગારીઓ જુગાર રમતાં હોય એવી બાતમી વેડચ પોલીસને મળતાં વેડચ પોલીસે ઘટના સ્થળે રેઈડ પાડતાં ચાર જુગારીઓ ૮,૪૦,૫૮૦ રૂપિયાના મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયાં હતા .જ્યારે સાત જુગારીઓ ભૌગોલિક પરિસ્થિતિ જોઈને ભાગી છુટવામાં સફળ પુરવાર થયા હતાં.
વેડચ પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર કાવી ગામમાં રહેતો સલમાન ઇકબાલ શીયાશી તેની અટીંગા ગાડીમાં કેટલાક ઇસમોને નોંધણા ગામની સીમમાં લઈ આવી તેમજ બીજા જુગારીઓને બોલાવી બધા ભેગા મળી પત્તા પાનાં વડે પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડતાં હોય એવી બાતમી વેડચ પોલીસને મળતાં વેડચ પોલીસે ઘટના સ્થળે રેઈડ કરતાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાઈ ગયા હતા. જેમાં ( ૧ ) સલમાન ઈકબાલ શીયાશી ( નવી વસાહત કાવી ) ( ૨ ) બદરે આલમ ઉર્ફે બલ્લો અહમદ ગાંડાવાલા ( મુન્શી કોલોની કાવી ) ( ૩ ) શબ્બીર હસન ચાંદવાલા (લીમડી ચોક કાવી ) ( ૪ ) જગદીશ લક્ષ્મણ પરમાર
( ઉંડી ખડકી કાવી ) ઝડપાઈ ગયાં હતા .જ્યારે સાત જુગારીઓમાં ( ૧ ) જયંતીભાઈ રાઠોડ ( નોબાર ) (૨)
આરીફ અબ્દુલ રહીમ ( દહેગામ ) (૩ ) ઈરફાન મુસા અહમદ ચોકસી (દહેગામ ) (૪ ) શકીલ સાલેહ ( કાવી) (૫) યાસીર અહમદ ગાંડાવાલા ( કાવી ) (૬ )
વિકો (નોબાર ) (૭ ) મુસ્તાક અલી મિસ્ટર (કાવી )
વિગેરે જુગારીઓ ભૌગોલિક પરિસ્થિતિ જોઈને ભાગી છુટવામાં સફળ પુરવાર થયા હતા. તેમની પાસેથી અંગ ઝડતીનાં રોકડા રૂપિયા ૮૫૮૦ તેમજ દાવ પરના રોકડા રૂપિયા ૭૦૦૦ તેમજ અટીંગા ગાડીની કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦ તેમજ મોબાઇલ નંગ પાંચ જેની કિંમત રૂપિયા ૨૫૦૦૦ મળી કુલ રૂપિયા ૮,૪૦,૫૮૦ ના મુદ્દા માલ સાથે ઝડપાઈ ગયા હતા. વેડચ પોલીસે જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 





