
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બાતમીના આધારે પોલીસે નકલી માર્કશીટ,નકલી લિવિંગ સર્ટિફિકેટ, નકલી દસ્તાવેજ બનાવતા બે ઇસમોને ઝડપી પાડ્યા છે. બે આરોપીઓ પૈકી મુકેશ પટેલ ફોટોશોપ સોફ્ટવેરની મદદથી લિવિંગ સર્ટિફિકેટ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બનાવતો હતો જ્યારે બીજો આરોપી <span;>સુરજિતસિંહ ભરાણી <span;>ગ્રાહકો શોધી આપતો હતો.આ બંને આરોપીઓને પોલીસે ઝડપી લીધા લઈ વધુની તપાસ હાથ ધરી છે.
આ નકલી દસ્તાવેજ કૌભાંડના આરોપી મુકેશ બચુભાઇ પટેલ જેઓ અમલસાડના લીલાવતી સોસાયટીમાં પોતાના ઘરમાં ડુપ્લીકેટ માર્કશીટ સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જેવા નકલી દસ્તાવેજો બનાવતો હતો. <span;>જ્યારે સાથી મિત્ર આરોપી સુરજિતસિંહ ભરાણી જરૂરિયાતમંદ યુવાનોને શોધી લાવતો હતો. મુકેશ પટેલ સુરજિતને 4 હજારમાં ડોક્યુમેન્ટ બનાવી આપતો હતો. તો સુરજિત ગ્રાહકોને પોતાના કમિશનના ઉમેરીને તેને 9 હજારમાં વેચતો હતો. નવસારી <span;>પોલીસને બાતમીના આધારે દરોડો પાડ્યો હતો જેમાં બે આરોપીની ધરપકડ સાથે કુલ સાત જેટલા બનાવટી દસ્તાવેજો કબજે કરવા સાથે કોમ્પ્યુટર પ્રિન્ટર મશીન પણ કબજે કરી આ આરોપીઓ કેટલા લોકોને નકલી દસ્તાવેજો બનાવી આપ્યા તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.





