GUJARATKHERGAMNAVSARI

ખેરગામ: ઘરફોડ ચોરીઓમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડતી ખેરગામ પોલીસ.

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ખેરગામ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં થયેલ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવા જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ તરફથી મળેલી સૂચના અને માર્ગદર્શન આધારે ખેરગામ પો.સબ.ઇન્સપેક્ટર ડી.આર.પઢેરીયા તથા ખેરગામ પોલીસ ટીમે ટેક્નિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારો રોકી ગુનો ડીટેક્ટ કરી બે રીઢા ગુનેગાર જ્વલીત ઉર્ફે ચકો દિપકભાઈ સોમાભાઈ ધો.પટેલ તથા ધર્મેશભાઈ ઉર્ફે ધમો નટુભાઈ કરશનભાઈ રાઠોડ નાઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આરોપીઓની ઉંડાણપુર્વક પુછપરછ કરતા અન્ય ચોરીના ચાર ગુનાઓ તેઓએ કરેલ હોવાની કબુલાત કરી હતી. જે અનુસંધાને ચોરીના તમામ પાંચેય ગુનામાં ગયેલ મુદ્દામાલને બંને આરોપીઓ પાસેથી 100 ટકા રીકવર કરી ગુનાઓમાં ગયેલ સોના – ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા તથા બે મો.સા. તથા ત્રણ મોબાઇલ મળી કુલ્લે કિંમત રૂપિયા 4.85 લાખનો મુદ્દામાલ ઝડપી આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી.
બોક્ષ:-પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ :-જ્વલીત ઉર્ફે ચકો દિપકભાઈ સોમાભાઈ ધો.પટેલનાઓનો નીચે મુજબનો ગુનાહીત ઇતિહાસ જણાય આવેલ છે . ( ૧ ) પો.સ્ટે । ગુ.ર.નં. – ૦૧૨ / ૨૦૧૬ , આઇ.પી.સી. ક . ૪૫૪,૪૫૭,૩૮૦,૪૧૧,૧૧૪ * ગુનામાં સંડોવાયેલ આરોપીઓ ( ૧ ) જ્વલીત ઉર્ફે ચકો દિપકભાઈ સોમાભાઈ ધો.પટેલ રહેવાસી ખેરગામ ચીખલી રોડ કુમાર શાળાની બાજુમા તા – ખેરગામ જી – નવસારી તથા ( ૨ ) ધર્મેશભાઈ ઉર્ફે ધમો નટુભાઈ કરશનભાઈ રાઠોડ રહેવાસી – ખેરગામ શામળા ફળીયા તા – ખેરગામ જી – નવસારી *

[wptube id="1252022"]
Back to top button