BANASKANTHAGUJARATPALANPUR

ડીસા ખાતે સિન્ધી બ્રહ્મક્ષત્રિય પૂ. પંચાયત દ્વારા બાબા નારંગદેવનો મેળો ઉજવાયો

21 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા ખાતે આવેલ શ્રી સિન્ધી બ્રહ્મક્ષત્રિય પૂ. પંચાયત દ્વારા દર વર્ષની જેમ ભાદરવા સુદ-૨ નો બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે છે ભાદરવા સુદ-૨  શનિવાર ના દિવસે સિન્ધી બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી આદર્શ હાઇસ્કુલની પાછળ આવેલ સિન્ધી સમાજના ભાઈ-બહેનો દ્વારા હવન તેમજ ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું પ.પૂ બાબા નારંગદેવના મેળામાં સમાજના પ્રમુખશ્રી વિજયભાઈ એસ ખત્રી, ઉપપ્રમુખશ્રી ભોજરાજ ભાઈ એમ. છાટબાર , જગદિશકુમાર જે. વલેરા ખજાનચી શ્રી અમૃતલાલ આઈ. વારડે તેમજ કારોબારી સભ્યો કિશોરભાઈ પી. ધગીયા , વસંતભાઈ વેનસીમલ બર્વા જમનાદાસ ધગીયા, યશવંત ભાઈ ખત્રી તેમજ નવયુવક મંડળ નાં આગેવાનોએ સારી જહેમત ઉઠાવીને આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા તન મનથી ખડેપગે સેવા આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.વિનોદભાઈ બાડીવાલા એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button