GUJARAT

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.જેમા જિલ્લા કલેકટરએ સંકલનના અધિકારીઓને જણાવ્યું હતું કે પદાધિકારીઓના પ્રશ્નોને અગત્યતા આપી તેનું નિયમાનુંસાર હકારત્મક નિરાકરણ કરવું જોઇએ .તેમણે જણાવ્યું હતું કે આપણી પાસે આવતી ફાઇલો માત્ર ફાઇલ નથી, પરંતુ કોઇનું જીવન હોય છે. જેથી સંવેદનશીલ પૂર્ણ માનવીય અભિગમ સાથે કામ કરવા પણ અધિકારીઓ ને જણાવ્યું હતું.આ પ્રસંગે યુનિસેફ દ્વારા ચાઇલ્ડ ફ્રેન્ડલી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાગત ડીલીવરી,જન્મ નોંધણી,ઇમ્યુનાઝેશન,શાળા પ્રવેશ,ડ્રોપ આઉટ,કુપોષણ નાબુદી,એનીમીયા સહિતના વિષયો પર વિગતે ચર્ચા કરવામાં આવી હતી.
સંકલન બેઠકમાં પંચાયત ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અંતર્ગત ગ્રામ્ય સ્તરે વિવિધ પેરામીટર સહિતની વિવિધ કામગીરી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ,ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી,મુકેશભાઇ પટેલ,કીરીટભાઇ પટેલ સહિત સંકલનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button