AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની એલસીબી પોલીસની ટીમે પીપલપાડા ગામે રેડ પાડતા 1 લાખના દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ એલસીબી પોલીસની ટીમને પીપલપાડા વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનાં વેપલા અંગેની ખાનગી રાહે બાતમી મળી હતી.આ બાતમીના આધારે ડાંગ એલસીબી પોલીસ સ્ટાફનાં માણસોએ આહવા તાલુકાનાં પીપલપાડા ગામમાં રહેતા ગમજભાઈ જાનુભાઈ પવારનાં ઘરે રેડ કરી હતી.અહી પોલીસે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતા ગમજભાઈ જાનુભાઈ પવારને ઝડપી પાડ્યો હતો.તેમજ ઘરમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બોટલ નંગ -2064 મળી આવી હતી.ડાંગ એલ.સી.બી પોલીસની ટીમે સ્થળ પરથી કુલ કિંમત રૂપિયા 1,03,200/- નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો.અને દારૂનો જથ્થો લઈ આવનાર સંજીવ ગમજ પવારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.હાલમાં આહવા પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

[wptube id="1252022"]
Back to top button