GUJARAT

જંબુસર નગર સહિત પંથક મા ગણેશ મહોત્સવ નો ભકિત ભાવ ભર્યા માહોલ માં પ્રારંભ.

જંબુસર શહેર સહિત પંથકમાં ગણેશ મહોત્સવનો રંગેચંગે ભકિતભાવ ભર્યા માહોલ માહોલ મા પ્રારંભ થયો હોવાના તથા જંબુસર તાલુકા ના ભાણખેતર ( ભાનુક્ષેત્ર) સ્થિત વિરાટકાય જમણી સુંઢ ધારી ગણેશજી ના પ્રાચીન મંદિર ખાતે ગણેશ ચતુર્થી ને અનુલક્ષી ને વિશેષ પુજા કરવામા આવી હોવાના તેમજ મોટી સંખ્યા ગણેશ ભકતો દર્શન અર્થે ઉમટી પડયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
ગણેશ ભક્તો દ્વારા ગણેશ મૂર્તિનું સ્થાપન વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોર્યાના નાદ સાથે કરવામા આવ્યુ હતું. 
ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ મહોત્સવની રંગેચંગે વિઘ્નહર્તા દુંદાળા દેવની જંબુસર શહેર ના ભૂતફળીયા, ભાગલીવાડ, ગણેશ ચોક, લીલોતરી બજાર, કોટ બારણા, રાણા સ્ટ્રીટ,પટેલ ની ધર્મશાળા, કાવાભાગોળ, દાજીબાવા ટેકરે, સહિત સરદાર નગર,મહાદેવ નગર, સ્વસ્તિક નગર સોસાયટી, વૃંદાવન સોસાયટી સહિત ના સોસાયટી વિસ્તાર મા તથા ગ્રામ્ય વિસ્તાર માં શ્રીજી ના વિવિધ સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી હતી. શ્રીજીના આગમન ને લઇ પંડાલો, ઘરોમાં પણ રોશનીનો ઝગમગાટ થકી વિવિધ ડેકોરેશન કરવામાં આવ્યા છે. જંબુસર શહેરમાં ગણેશજી ૬ દિવસનું આતિથ્ય માણશે ગણેશભક્તો દ્વારા સવાર સાંજ આરતી વિવિધ મંડળ દ્વારા ભજન કિર્તન કરવામાં આવનાર છે. જંબુસર પંથકમાં રિધ્ધિ સિધ્ધિના દેવ વિનાયક ની ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી માં ભક્તો શ્રીજીમય બન્યા હતા. ઠેર ઠેર વિઘ્નહર્તાનું શ્રધ્ધાપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જંબુસર નજીકભાણખેતર (ભાનુક્ષેત્ર) માં મરાઠા પેશ્વાકાળ સમયના અંદાજે ૪૦૦ થી વધુ વર્ષ પુરાણા શ્રી સિદ્ધિ વિનાયક ગજાનંદ મંદિરમાં બિરાજમાન શંખ – છીપલાં મિશ્રિત માટીમાંથી નિર્મિત શ્રીજી ગણેશજીની મૂર્તિ શ્રદ્ધાળુઓમાં ભારે આસ્થા ધરાવે છે.સૈકાઓ પહેલાં સ્થપાયેલી શ્રીજીની મૂર્તિ ૯ થી ૧૦ ઉંચી અને ૭ ફુટ પહોળી છે શંકર સ્વરૂપ ત્રિલોચનધારી અને જમણી સુંઢવાળા ગણેશજીના મસ્તક ઉપર શેષનાગ બિરાજમાન છે. આ પ્રાચીન ગણેશ મંદિર ખાતે આજે ગણેશ ચતુર્થી ને અનુલક્ષી ને વિશેષ પુજા કરવામા આવી હતી.  અને મોટી સંખ્યા મા ગણેશ ભકતો આ પ્રાચીન મંદિરે દર્શન પૂજન અર્ચન અર્થે ઉમટી પડયા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button