
મહેસાણા બહુચરાજી ખાતે આવેલ બહુચર માતાને હીરાજડિત સોનાનો મુગટ બિલ્ડર દ્વારા અર્પણ કરાયો
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જીલ્લા ના બહુચરાજી તાલુકા માં આવેલ તીર્થધામ બહુચર માતાને સુરત ના બિલ્ડર દ્વારા મનોકામના પૂર્ણ થતાં 300 કિલો સોના નો હીરાજડિત મુગટ ગણેશ ચતુર્થી ના પાવન દિવસે મંત્રોચ્ચાર સાથે અર્પણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગ માં પાટણ ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સહિત અગ્રણી ઓ ઉપસ્થિત રહયા હતા સુરતમાં રહેતા અમરેલી ના ચામરડી ગામના વતની અને બિલ્ડર ખોડલધામ ના ટ્રસ્ટી ગોપાલ પ્રાગજી ભાઈ વસ્તરપરા પાટીદાર સમાજના અગ્રણી એ વીસ વર્ષ પૂર્વ બહુચર માતાના મંદિરે આવેલ તેઓની મનોકામના પૂર્ણ થતાં તેની ખુશાલી સ્વરૂપ બહુચર માતા ને સોના નો હીરાજડીત મુગટ મંત્રોચ્ચાર સાથે અર્પણ કરવામાં આવ્યો હતો આ પહેલા તેઓ ઉમિયા વાડી મંદિર થી પગપાળા નીકળી માતા બહુચર ના મંદિરે ધ્વજારોહણ કરી બ્રહ્મણો ની હાજરી માં મુગટનું મંત્રોચ્ચાર કરવામાં આવ્યુ ત્યાર બાદ માતાજીને ગોપાલ પ્રાગજી ભાઈ પાટીદાર પરિવાર દ્વારા મુગટ અર્પણ કરવામાં અબ્યુ હતુ આ પ્રસંગે ધારાસભ્ય કિરીટ ભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા






