મધ્યપ્રદેશના રાજયપાલશ્રી મંગુભાઇ પટેલે નવસારી શહેરના વિવિધ સ્થળોની મુલાકાત લીધી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે આજે નવસારી શહેરના વિવિધ સ્થળની મુલાકાત લીધી હતી.
રાજયપાલ શ્રીએ નવસારીના ઉન ખાતે સાંઇબાબા મંદિરની મુલાકાત કરી, ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી. સાંઇબાબાના ટ્રસ્ટીશ્રીઓએ રાજયપાલશ્રીને આવકારી, સન્માન કર્યુ હતું. ત્યારબાદ રાજયપાલ શ્રી જુનાથાણા સ્થિત શનિદેવ મંદિર ખાતે શ્રી ગણેશ સ્થાપનમાં ઉપસ્થિત રહી પૂજા-અર્ચના કરી હતી.
રાજયપાલશ્રી નવસારીની મુલાકાત દરમિયાન ગુજરાત ગાર્ડિયનના પત્રકાર સ્વ.શ્રી ધનેશભાઇ પારેખનું થોડા સમય પહેલા હ્દય હુમલાથી મૃત્યુ પામ્યા હતાં. તેમના ઘરે જઇ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલે સ્વ. શ્રી ધનેશભાઇના ધર્મપત્ની અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી.
આ અવસરે નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઇ, નવસારી-વિજલપોર નગરપાલિકા પ્રમુખશ્રી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં.





