BHUJGUJARATKUTCH

કચ્છ ગુજરાતમાં દલિતો ઉપર અત્યાચારો રોકવા માટે રાજયના મંત્રી શ્રી ને કલેકટરશ્રી ની મારફતે આવેદનપત્ર અપાયો.

19-સપ્ટે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- કલેકટર કચેરી ભૂજ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા જણાવ્યું છે. કે કચ્છ ગુજરાતમાં દલિતો પર અત્યાર નાં મામલા દિવસે ને દિવસે વધતા જ જાય છે, બોટાદનાં રાજુભાઈ મકવાણાપર જીવલેણ હુમલો કરાયું જેમાં રાજુભાઈ મૃત્યુ પામ્યા છે. હાલ જ કચ્છનાં નખત્રાણાનાં સંતકૃપા વિધાલયમાં અભ્યાસ કરતો દલિત વિદ્યાર્થીને માત્ર બે દાખલા નાં લખ્યા નાં બદલે ગૃહપતિ દ્વારા ઢોરમાર મારવાની ઘટના બની છે. આ સાથે અંજાર અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળીમાં થયેલ ગૈર રીતીઓ નાં વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ દલિતોપર થતા અત્યાચારને રોકવા તેમજ ન્યાયની માંગણી સાથે આજે કલેક્ટર શ્રીની મારફતે ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી શ્રીને રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમ મા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનાં હોદ્દેદારો નરેશભાઈ મહેશ્વરી,હિતેષભાઇ મહેશ્વરી,અને સર્વ સમાજનાં જાગૃત આગેવાનો બાહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button