GUJARAT

જંબુસર નગર ના અગ્રણી વેપારી પ્રતાપ સોની એ પોતાના જન્મદિવસે રક્તદાન કેમ્પ નુ આયોજન કરી ઉજવણી કરી.

જંબુસર નગર અગ્રણી વેપારી પ્રતાપ સોની એ પોતાના જન્મદિવસ ની ઉજવણી રક્તદાન કેમ્પ નુ આયોજન કરી ને કરી હોવાના તથા આ રક્ત દાન કેમ્પ મા ૩૬૫ યુનિટ રકત એકત્ર થયુ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
જંબુસર નગર અગ્રણી ચોકસી પ્રતાપ સોની તથા તેમના પરિવારે પ્રતાપ સોની નો જન્મદિવસ અનોખી રીતે ઉજવવા નુ નક્કી કર્યુ હતુ.જન્મ દિવસ નિમિત્તે આશા ગોલ્ડન જવેલર્સ તથા કલ્યાણ જ્વેલર્સ જોલવા ના સૌજન્ય થી જંબુસર એપીએમસી હોલ ખાતે રક્તદાન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ રક્તદાન કેમ્પ નો પ્રારંભ બીએપીએસ ના સંત ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામા આવેલ હતો. આ રક્તદાન કેમ્પ ને સુંદર પ્રતિસાદ સાંપડયો હતો. અને મોટી સંખ્યા મા રક્તદાન કરવા નગરજનો ઉમટી પડયા હતા.અને સાંજ ના રક્તદાન શિબિર પુર્ણ થયે ૩૬૫ યુનિટ રકત એકત્ર થયુ હતુ.જંબુસર નગર મા અત્યાર સુધી થયેલ રક્ત દાન કેમ્પ મા આવેલ રકત યુનિટ ની સરખામણી મા આજે યોજાયેલ રક્તદાન કેમ્પ મા સૌથી વધુ રકત યુનિટ એકત્ર થયુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષ થી અગ્રણી ચોકસી પ્રતાપ સોની ધ્વારા રક્તદાન શિબિર નુ આયોજન કરવામા આવી રહયુ છે.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]
Back to top button