BANASKANTHAGUJARATPALANPUR

સમતા વિદ્યાવિહાર સંકુલ સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

16 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર પ્રાથમિક શાળા પાલનપુરના ધોરણ 1 થી 8 ના  વિદ્યાર્થીઓનો એક દિવસીય 15 સપ્ટેમ્બર ના શૈક્ષણિક પ્રવાસ કરવામાં આવ્યો. સૌપ્રથમ પાલનપુરથી અમદાવાદ સાયન્સ સિટીમાં નેચરલ પાકૅ,રોબેટિક ગેલેરી, એકવોટિક ગેલેરી,3D થિયેટર,આઈવીઆર રાઈડ,સાયન્સ પાકૅ,એનજીઁ એજ્યુકેશન પાકૅની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને નિદશૅન તેમજ માગૅદશૅન આપ્યુ. ત્યારબાદ ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી તથા સાંજે મ્યુઝિક ફુવારાઓનું નિદશૅન કર્યું અને સાંજે પાલનપુર પરત આવ્યા.વિદ્યાર્થીઓ આ પ્રવાસ દ્વારા ખૂબ જ આનંદિત થયા. આ સમગ્ર પ્રવાસનું સંચાલન પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાએ કર્યું તથા સમગ્ર ધોરણ 1 થી 8 ના શિક્ષક મિત્રોએ પણ તેમને સહકાર આપ્યો.બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી.સોલંકી તથા મહામંત્રીશ્રી હરીભાઈ એન સોલંકીએ આ પ્રવાસના આયોજનને બિરદાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button