GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરની એમ.પી. શાહ કોમર્સ કોલેજમાં એસઓજી પોલીસે 250 છાત્રોને વ્યસન મુકિતના શપથ લેવડાવ્યા.

તા.16/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ યુવાનો નશાથી આકર્ષિત થઇને જીંદગી બરબાદ કરી રહ્યા છે ત્યારે એસઓજી પોલીસ દ્વારા શહરેના યુવાધનને નશાથી દૂર રહેવા અને નશાથી થતા નુકશાન અંગે સમજ આપવાનો સેમિનાર યોજીને 250 થી વધુ યુવાનોને નશો નહિ કરવાના શપથ લીધા હતા એસઓજી દ્વારા સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજમાં નાર્કોટીક્સના નશા થી દૂર રહેવાની માહિતી આપતો સેમિનાર યોજાયો હતો યુવાનો ફિલ્મોના કલાકારોને નશો કરતા જોઇને અથવા ક્યારેક ભોળપણમાં નશા તરફ આકર્ષિત થઇ જાય છે અને પછી તેમની જિંદગી અંધકારમય બની જતી હોય છે નશો ત્યાર બાદ યુવાધનને અનેક ગુનાઓ તરફ લઇ જાય છે અને તેમની કારકિર્દી અને અણમોલ જીવન અકાળે આથમી જાય છે આથી એસઓજી ટીમે 250 થી વધુ યુવક યુવતીઓને નશો કરવાથી થતા નુકશાન અંગે સમજ આપી નશો નહિ કરવાના શપથ લેવડાવ્યા હતા તેમજ કોલેજની આસપાસ કોઇ શકમંદ નશો કરતો અથવા નશાકારક પદાર્થનું વેચાણ કરવાનો પ્રયત્ન કરતો દેખાય તો તરત પોલીસને જાણ કરવા હેલ્પલાઇન નંબરો પણ આપ્યા હતા આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ આવી પ્રવૃત્તિ કરનારા સામે બાજ નજર રખાશે તેમજ કયારેય પણ નાર્કોટિક્સને લગતી કોઇ માહિતી મળે તો પોલીસને જાણ કરનારનું નામ ગુપ્ત રાખીને તરત જ કડક કાર્યાવાહી કરાશે તેવી એસઓજી સ્ટાફે ખાતરી આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એમ.પી.શાહ કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ દીલીપભાઇ વાજાણી એસઓજી પીઆઇ એસ એમ જાડેજા, જયરાજસિંહ, મગનલાલ, ડાયલાલ સહિત એસઓજી પોલીસ સ્ટાફ જોડાયો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button