લોકનિકેતન રતનપુર બી.આર. એસ કોલેજ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધા યોજાવામાં આવી
16 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય શાખા, બનાસકાંઠાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલ અને જિલ્લા એપેડેમીક ઓફિસરશ્રી ડૉ. જીગ્નેશ હરિયાણી તેમજ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. દિપક પી અનાવાડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના મેડિકલ ઓફિસરશ્રી ડૉ. નવીન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ લોકનિકેતન રતનપુર બી.આર.એસ કોલેજ ખાતે વિદ્યાર્થીઓમાં વકૃત્વ સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમા વિદ્યાર્થીઓ દ્રારા તમાકુ થી થતા નુકશાન વિશે વકતવ્ય આપવામાં આવ્યું હતું. અને તમામે વિધાર્થીઓ અને અત્રે ઉપસ્થિત તમામે તમાકુ થી દુર રહેવાના પ્રતિજ્ઞા પણ લીધી હતી. વકૃત્વ સ્પર્ધા ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ને સફળ બનાવવા આરોગ્ય વિભાગમાંથી જિલ્લા કક્ષાએથી અનિલભાઈ રાવલ, કમરઅલી નાંદોલિયા કાઉન્સલર અને તાલુકા હેલ્થ સુપરવાઈઝરશ્રી પ્રહલાદભાઈ જાદવ દ્રારા પ્રોજેક્ટર પર પી.પી ટી બતાવી બાળકોને તમાકુ થી થતા નુકસાન ની વિસ્તૃત માં સમજ આપવામાં આવી હતી. પ્રા.આ.કેન્દ્ર – રતનપુર સુપરવાઈઝર કેતન સાણોદરિયા, સી.એચ.ઓ નિકિતાબેન પરમાર આરોગ્ય કર્મચારી કૌશિકભાઈ ડાભી, વર્ષાબેન ગોળ અને રતનપુર ગામની આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ ના પ્રિન્સિપાલ સાહેબશ્રી અને શિક્ષકગણ દ્રારા ખૂબ જ સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું.



