શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં વન વિભાગ, બનાસકાંઠાના ઉપક્રમે પાલનપુર તાલુકાનો 74 મો વનમહોત્સવ ઉજવવામાં આવ્યો

5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ શેઠશ્રી ટી.પી.હાઈસ્કૂલ, માલણમાં વનવિભાગ બનાસકાંઠા ના ઉપક્રમે પાલનપુર તાલુકાનો 74 મો વન મહોત્સવ મા.ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટય કરી અને શાળાની વિદ્યાર્થિનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. જેમાં પાલનપુર તાલુકાના પ્રાંત અધિકારીશ્રી શ્રી પી.સી.દવે સાહેબ તથા રેન્જ ફોરેસ્ટર અધિકારીશ્રી એન.એ. બડીયાવદરા સાહેબ તથા માલણ ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રેન્જ ફોરેસ્ટર અધિકારીશ્રી એન.એ.બડીયાવાદરા સાહેબે શાબ્દિક સ્વાગત કર્યું હતું. જ્યારે શાળાના આચાર્યશ્રી ડો.રાજેશ પ્રજાપતિ તથા પ્રાંત અધિકારીશ્રી અને મા.ધારાસભ્યશ્રી એ વન મહોત્સવ અને વૃક્ષરોપણનું મહત્વ સમજાવ્યું હતું. વધુ વૃક્ષો વાવવા અને તેમનું સંવર્ધન કરવા માટે સમજાવ્યું હતું. ત્યારબાદ માન. ધારાસભ્યશ્રી, પ્રાંત સાહેબશ્રી, સરપંચશ્રી, આચાર્યશ્રી આજે આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થીઓને વૃક્ષના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. વન વિભાગ અને તેમની સમગ્ર ટીમ દ્વારા તમામ વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન અને આભારવિધિ શાળાના શિક્ષકશ્રી જે.ડી.રાવલે કર્યું હતું.





