

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તા.14/09/2023 ના રોજ આર્ટસ કોલેજ, ફતેપુરામાં હિંદી દિવસ ની ઉજવણી કરવામાં આવી. દીપ પ્રાગટય કોલેજના કા. આચાર્ય મનહર ભાઈ ચરપોટ સાહેબ અને અન્ય અધ્યાપકશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં હિંદી વિભાગના અધ્યાપિકા ડૉ. નિર્મલાબેન ચૌધરી દ્વારા કાર્યક્રમની પૂર્વભૂમિકા તથા વર્તમાન સમયમાં હિંદી ભાષાનું મહત્વ વિશે વાત રજૂ કરવામાં આવી. અને વિદ્યાર્થીઓ દ્વારા હિંદી ભાષા વિશે તથા પ્રસિદ્ધ હિંદી કવિતાઓનું પાઠ તથા ગાયન કરવામાં આવ્યું. 18 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. કાર્યક્રમ નું સફળ સંચાલન એસ.વાય. બી. એ નો વિદ્યાર્થી તાવિયાડ સંદિપભાઈ દિલીપભાઈ એ કર્યુ. સમગ્ર કાર્યક્રમમાં 95 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની આભારવિધિ લીલાબેને કરી હતી.
[wptube id="1252022"]








