
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગનાં આહવા ખાતે ગાંધી બાગથી મેઇન રોડ થઈ ફુવારા સર્કલ સુધી રેલીના સ્વરૂપમાં નફરત છોડો ભારત જોડો પદયાત્રાની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તા.07/09/2022નાં રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા ભારત જોડો પદયાત્રા યોજી દેશભરમાં પ્રેમ, ભાઈચારા અને સદભાવનાનું અનેરૂ વાતાવરણ ઊભુ કરી દેશની રાજનીતિમાં બદલાવ લાવવા પ્રયત્ન કર્યો હતો.ભારત જોડો યાત્રાને પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આહવા ખાતે ગાંધી બાગ થી મેઇન રોડ થઈ ફુવારા સર્કલ (આંબાપાડા) સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, વિરોધ પક્ષનાં નેતા ગીતાબેન પટેલ, લતાબેન ભોયે,મહામંત્રી મુકેશભાઈ પટેલ સોશિયલ મીડિયા પ્રમુખ મનીષભાઈ મારકણા,ગમનભાઈ ભોયે, નીતિનભાઈ ગાઈન, હરીશભાઈ, ગુલાબભાઈ ગાંગુરડે, ભરતભાઈ ભોંયે, વનરાજભાઈ મહેન્દ્રભાઈ ગાવિત,સંજયભાઈ પવાર,દેવરામભાઈ,જિલ્લા / તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો, જિલ્લા / તાલુકા ના ચુટાયેલા સદસ્યો, યુવા સંગઠન, મહિલા સંગઠન તથા જિલ્લા / તાલુકા પંચાયતના ઉમેદવારો, આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા…





