AHAVADANG

ડાંગ સ્વરાજ આશ્રમ સ્થિત આશ્રમ વિદ્યાલયમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય, આહવા દ્વારા, ડાંગ સ્વરાજ આશ્રમ સ્થિત આશ્રમ વિદ્યાલય ખાતે જન્માષ્ટમી પર્વની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં ધોરણ ૧ થી ૮ નાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, પ્રિન્સિપાલ સહિત બ્રહ્માકુમારી વિદ્યાલયનાં સદસ્યો હાજર રહ્યા હતા. જન્માષ્ટમી નિમિત્તે શ્રીકૃષ્ણની ચેતન્ય ઝાંખી તથા મટકી ફોડનો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.

શ્રી કૃષ્ણ ઝાંખીનું દીપ પ્રાગટ્ય કરી શાળાનાં પ્રિન્સિપાલ શ્રી માધુભાઈ, મંજુલાબેન, યોગ કોચ સરિતાબેન તથા બ્રહ્માકુમારી ઈનાબેને ઉદ્ઘાટન કર્યું હતું.
આ ચેતન્ય ઝાંખીમાં બાળ ગોપાલ રાધેકૃષ્ણ રાસ મંડળ સાથે દર્શાવવા સાથે, શ્રી રાધેકૃષ્ણ સ્વયંવર, અને સતયુગી રાજગાદી શોભાવતા વિશ્વ મહારાજ તથા વિશ્વ મહારાણી શ્રી લક્ષ્મી નારાયણની ઝાંખી પ્રસ્તુત કરાઈ હતી.છે.

વર્તમાન સમય કળિયુગના અંત અને સતયુગ આદિના સંધિકાળનો સમય છે. એમ સમજાવતા, પરમાત્મા ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગના શિક્ષણના માધ્યમથી, સતયુગી દુનિયામાં જવા માટે દેવાત્માનું સર્જન કરી રહ્યા છે, તેવું જ્ઞાન આપવામાં આવ્યું હતું.

શ્રીકૃષ્ણ એ સતયુગી દુનિયાનાં પ્રથમ રાજકુમાર અને ૧૬ કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોતમ, અહિંસા પરમોધર્મ દેવતા હતાં. જેઓ પુનઃ નિકટ ભવિષ્યમાં આ સૃષ્ટિ પર અવતરિત થશે શ્રીકૃષ્ણએ દેહરૂપી મટકી ફોડી, આત્માનું સાચું જ્ઞાન આપ્યું હતું. પરમાત્મા પિતા શિવ અત્યારે સંગમયુગમાં સતયુગી દુનિયાની પુનઃ સ્થાપના કરી રહ્યા છે, તેમ પણ બ્રહ્માકુમારીઝ દ્વારા જણાવાયું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button