
ઊંઝા ખાતે રસાણા નાના પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીને ડૉ. રાધાકૃષ્ણન શિક્ષક સેવા રત્ન પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ઊંઝા ના ઉમિયાધામ મુકામે ટીમ મંથન ગુજરાત ભારત આયોજિત ડોક્ટર રાધાકૃષ્ણ રાષ્ટ્રીય શિક્ષક સેવા રત્ન પુરસ્કાર ના નેશનલ મોટીવેટર શૈલેષભાઈ પ્રજાપતિ અનિલભાઈ સમોસા, નસીમા ખોખર, સતિષભાઈ પ્રજાપતિ પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગેનાજીભાઈ રાષ્ટ્રીય શિક્ષક વિજેતા દિનેશભાઈ, વિજેતા શિક્ષક ચંદુભાઈ હેઠેડી, તથા અન્ય મહાનુભાવોને ઉપસ્થિતિમાં રસાણા ના પ્રાથમિક શાળાના ઉત્સાહી અને ઇનોવેટિવ તથા બનાસકાંઠા જિલ્લા શિક્ષક પારિત વિજેતા પ્રકાશ ભાઈ સોલંકીને તેમના પર્યાવરણલક્ષી કામગીરી, વ્યસનમુક્તિ કાર્યક્રમ, કોરોના કાળ દરમ્યાન કરેલઓન લાઇન શૈક્ષણિક કાર્ય તથા તેમને એફ.એલ.એન.ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ટીમ મંથન ગુજરાત દ્વારા તેમને પ્રમાણપત્ર તથા શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. રસાણા નાના નાં ગ્રામજનો તથા શાળા પરિવાર ગૌરવ અને આનંદની લાગણી અનુભવે છે.





