
10 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, શ્રી સંસ્કાર મંડળ ડીસા. સંચાલિત શ્રી આદર્શ વિદ્યા સંકુલ ડીસાના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં તારીખ 5 સપ્ટેમ્બર ના રોજ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. ડોક્ટર રાધાકૃષ્ણ સર્વપલ્લી ની યાદમાં દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે. આદર્શ વિદ્યા સંકુલ ડીસાના ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક દિવસની ઉજવણીનું અનોખું આયોજન કરવામાં આવ્યું. જેમાં ડીસાના પ્રખ્યાત પ્રબુદ્ધ નાગરિકોને પણ આમંત્રણ આપવામાં આવ્યું. જેમાં ડોક્ટર સી. કે. પટેલ સાહેબ, ડોક્ટર દિનેશભાઈ આલ, ડોક્ટર દર્શનભાઈ જોશી, ડોક્ટર રાહુલભાઈ ચૌહાણ ,ડોક્ટર તપનભાઈ ગાંધી, શ્રી નીતિનભાઈ પટેલ, શ્રી ભુપતભાઈ રાજગોર, શ્રી સુનિલભાઈ સોની, પ્રોફેસર કે. એમ. પટેલ, શ્રી મહાવીરસિંહ ચારણ,શ્રી શામળભાઈ ચૌધરી, શ્રી પાર્થકુમાર ઠક્કર, શ્રી દિનેશભાઈ સાંખલા, અને શ્રી રાજીવભાઈ શર્માએ ઉપસ્થિત રહી બાયોલોજી, પત્રકાર ક્ષેત્રે કારકિર્દી ,સંઘ પરિચય ,ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિશે માર્ગદર્શન, કારકિર્દી માર્ગદર્શન ,lic વિશે માહિતી ,જી.પી.એસ.સી.ની પરીક્ષાઓ વિશે માહિતી ,રમતગમત ક્ષેત્રે કારકિર્દી, કંપનીની નોંધણી ,ભારતીય અર્થતંત્રમાં બેંકની ભૂમિકા ,જેવા વિષયો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. આ શિક્ષક દિવસમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સ વિભાગમાંથી કુલ ૭૨ વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો. આજના દિવસે વિદ્યાર્થીઓમાંથી શિક્ષક બનેલા વિદ્યાર્થીઓએ જુદા જુદા વિષયો પોતાના વર્ગખંડોમાં ઉત્સાહપૂર્વક ભણાવ્યા હતા. ભાગ લેનાર તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના પ્રધાનાચાર્ય શ્રી ચિરાગભાઈ પંચાલે અભિનંદન પાઠવ્યા હતા. વિશેષ ઉપસ્થિતિ તરીકે ઉપસ્થિત રહેલા ડીસાના પ્રબુદ્ધ નાગરિકોનું પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્કાર મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર અજયભાઈ જોશી અને મંત્રી શ્રી હિતેશભાઈ અવસ્થિ પણ ઉપસ્થિત રહીને શિક્ષક દિનની સફળતા માટે પ્રધાનાચાર્યશ્રી, શિક્ષક મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને પ્રબુદ્ધ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.





