AHAVADANGGUJARAT

આહવાનાં ચોકયા ગામનો 48 વર્ષીય આધેડ નદીમાં માછલી પકડવા ઉતરતા તણાયો,શોધખોળ ચાલુ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં લાંબા અરસા બાદ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ બન્યા હતા.સાથે ડાંગી ખેડૂતોનાં પાકોને જીવતદાન મળ્યુ હતુ.ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દીવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા લોકમાતાઓમાં અંબિકા,પૂર્ણા, ગીરા અને ખાપરી નદી ગાંડીતુર હાલતમાં વહેતી નજરે પડી રહી છે.ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે અંબિકા નદી પરનો ગીરાધોધ અને ગીરમાળનો ગીરાધોધ સહીત નાનકડા જલધોધ ફરી આકર્ષક મુદ્રામાં ખીલી ઉઠ્યા હતા.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,સુબિર,વઘઇ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં આજરોજ મધ્યમ સ્વરૂપેનો વરસાદ નોંધાયો હતો.ડાંગ જિલ્લામાં તથા ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારોમાં ધોધમાર વરસાદનાં પગલે પૂર્ણા નદીનું જળસ્તર વધતા નદી કાંઠે આવેલ ખેતરો સહિત ઘરોને નુકસાન થયાની વિગતો મળી રહી છે.જ્યારે ગિરિમથક સાપુતારા ખાતે સતત ત્રીજા દિવસે પડેલ વરસાદી માહોલનાં પગલે જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. ગિરિમથક સાપુતારા ખાતે સતત ત્રીજા દિવસે ગાઢ ધૂમમ્સીયુ વાતાવરણ સર્જાતા બોટીંગ,ટેબલ પોઈંટ સહીત અન્ય જોવાલાયક સ્થળોએ ફરવા આવેલ પ્રવાસીઓની મોજ પડી ગઈ હતી.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચૌક્યા ગામ નજીકની નદીમાં માછલી પકડવા ગયેલ આધેડ નદીમાં તણાયો.આહવા તાલુકાનાં ચૌક્યા ગામનાં 48 વર્ષીય આધેડ કાકડીયા સખારામ ગાવિત ગામની સીમમાં આવેલ ચિપટાનાવહળ (ઝરણુ)નામે ઓળખાતુ ઝરણા ઉપર માછલી પકડવા માટે ગયા હતા.તેમને વાસમાંથી સાદડી બનાવી ઝરણાની વચ્ચે જાળ જેવુ(વાનુ) નાખ્યુ હતુ.જે બાદ કાકડીયા ગાવીત ખાપરી નદી ઉપરના ચેક ડેમ પાર કરી કંડીયો નાખવા જતા હતા.ત્યારે  નદીમા અચાનક પુર આવતા નદીના વહેણમાં તણાઈ ગયા હતા.જોકે આ આધેડ મળી આવ્યા નથી.જેથી આહવા પોલીસે ગુમ થયા અંગેની નોંધ કરી કાકડિયા ગાવીતની શોધખોળ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન વઘઇ પંથકમાં 28 મિમી અર્થાત 1.12 ઈંચ, સુબિર પંથકમાં 36 મિમી અર્થાત 1.44 ઈંચ, આહવા પંથકમાં 40 મિમી અર્થાત 1.6 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 78 મિમી અર્થાત 3.12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button