GUJARATJETPURRAJKOT

તા. ૧૭ સપ્ટેમ્બર ના રોજ વિશ્વકર્મા દિવસ નિમીતે “પી.એમ.વિશ્વકર્મા યોજના” ના પ્રારંભ

તા.૬/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ભારતીય મઝદુર સંઘના પર્વ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી હસમાઈ દવેએ જણાવ્યું છે કે, ભારતીય મઝદૂર સંઘ તારીખ ૧૭ સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં “વિશ્વકર્મા દિવસ” ઉજવણી કરે છે. ગત તા. ૧૫મી ઓગષ્ટના રોજ લાલ કિલ્લા પરથી આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા “પી.એમ.વિશ્વકર્મા યોજના”ની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં શ્રી હસુભાઇ દવેએ તા. ૧૭–૦૮–૨૦૨૩ ના રોજ વડાપ્રધાનશ્રીને પત્ર લખીને જણાવ્યું હતું કે, ભારતીય મઝદુર સંઘ સમગ્ર દેશમાં ૧૭મી સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા દિવસની ઉજવણી કરે છે, ત્યારે ૧૭ સપ્ટેમ્બરના રોજ “પી.એમ.વિશ્વકર્મા યોજના” લોંચ કરવામાં આવે તો ખુબ જ આનંદદાયી રહેશે તેવી માંગણી કરી હતી.

વડાપ્રધાનશ્રીએ આ સુચનનો સ્વીકાર કરી વિશ્વકર્મા દિવસ નિમીતે “પી.એમ.વિશ્વકર્મા યોજના”નો શુભારંભની જાહેરાત કરાતા કામદારોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. ભારતીય મઝદૂર સંઘ સહર્ષ વડાપ્રધાનશ્રીનો આભાર માને છે. ઉલ્લેખનીય છે કે, તા. ૧૭ સપ્ટેમ્બરના રાજકોટ ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button