GUJARAT

આજરોજ શ્રી રામ કબીર ઉ.બુ.વિદ્યાલય રૂનાડ તા.જંબુસરમાં જન્માષ્ટમી ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.

જન્માષ્ટમીની ઉજવણીના ભાગ રૂપે ધો.9-10 વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ ભગવાનના બાળપણની સુંદર વાતો કરી હતી. તો વળી શ્રીકૃષ્ણના જીવનને લગતા ગીતો ઓ કાના…. ઘમ્મર ઘમ્મર મારૂ વલોણું ગાજે… ગોકુળરૂડું ગામ……ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ….આવા ભજનોની રમઝટ માણી હતી. તો ઘણાં બાળકોએ ગોપબાળ અને ગોપીઓનો વેશપરિધાન કર્યો હતો. ધો. 10ની બે વિદ્યાર્થીનીઓ રાધા-કૃષ્ણ અનુક્રમે માહીબેન ભટ્ટ અને શ્રૃતિબેન પટેલ બન્યા હતા. મુખ્ય મહેમાન તરીકે એમ.બી.એ.નો અભ્યાસ કરતાં આણંદથી ત્રણ વિદ્યાર્થીઓ શ્રી હિતેશ ભાઈભાવેશભાઈ તથા કિશનભાઈ ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રસાદ તરીકે ચોકલેટ વહેંચી હતી. ભાવેશભાઈએ શ્રી કૃષ્ણભગવાનની સુંદર વાતો કરી હતી. તો આચાર્ય શ્રી છગનભાઈ પરમાર સાહેબે શ્રીકૃષ્ણ ભગવાનના જીવનની ભાવવાહી વાતો કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રવાસી શિક્ષિકાબેન કું કુસુમબેન ભીલાલાએ કર્યું હતું. તો ધર્મિષ્ઠાબેને સુંદર ભજન ગાયું હતું. છેલ્લે સેવક શંકરભાઈ પરમારે
મારા તારીખીયામાં ફેર ના ભાઈ. આજે શ્રવણ વદ આઠમ થઈ. અને નંદઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી. ના જયઘોષ સાથે નવા બનેલા રાધા-કૃષ્ણએ મટકી ફોડી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી પંચાજીરીનો પ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button