GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ વોર્ડ નં ૬ ના કેટલાક વિસ્તાર મા પીવાના પાણી મા જીવાત નીકળતા લોકો પરેશાન.

તારીખ ૦૬/૦૯/૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વોર્ડ નંબર છ માં આવેલ જુમ્મા મસ્જીદ ની સામે વચલા ફળિયામાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીમાં જીવાત (કણા ) આવતા સ્થાનિકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આ બાબતે સ્થાનિકો દ્વારા કાલોલ નગરપાલિકામાં રજૂઆત કરેલ છે અને માંગ કરી છે કે આ વિસ્તારમાં પીવાના પાણીમાં આવતા કણા બાબતે તાકીદે ઘટતી કાર્યવાહી કરી પાણીની ટાંકી નિયમીત સાફ-સફાઈ થાય તેવા પ્રયત્નો કરે તો જ આ સમસ્યા દૂર થાય તેમ છે. જેથી કરીને ભવિષ્યમાં કોઈ મહારોગ નિવારી શકાય.
[wptube id="1252022"]