HALOLPANCHMAHAL

હાલોલ આરોગ્ય વિભાગ દ્વારા જન જાગૃતિ રેલી યોજાઇ

તા.૧૭.માર્ચ

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

૨૪ માર્ચ વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટીબી યુનિટ–હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે થી રેલીનુ આયોજન કરવામા આવ્યુ.જેમા કાર્યક્રમના અધ્યક્ષ મહેંદ્રસિંહ ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ, પ્રવિણસિંહ પરમાર ભાજપા તાલુકા હાલોલ પ્રમુખ, તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો શરદ શર્મા,સા.આ.કેંદ્ર અને રેફરલ હોસ્પિટલ હાલોલના મેડિકલ ઓફિસર,એન ટી ઇ પી સ્ટાફ, તાલુકા હેલ્થ કચેરીનો સ્ટાફ તેમજ સા.આ.કેંદ્ર અને રેફરલ હોસ્પિટલ હાલોલનો સ્ટાફ, મમતા હેલ્થ અને રીચ એન જી ઓ માથી ડિસ્ટ્રીક્ટ કોમ્યુનિટી કોઓડીનેટર રમેશચંદ્ર કનોજિયા તેમજ ટીબી ચેમ્પીઅન અલ્પેશભાઇ હાજર રહ્યા હતા.આ પ્રસંગે તાલુકા પંચાયત નાં પ્રમુખ મહેંદ્રસિંહ ચાવડાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.રેલી હાલોલ તાલુકા હેલ્થ ઓફીસ, રેફરલ હોસ્પિટલ કંપાઉન્ડ ખાતેથી નિકળી નગરપાલીકા,નાની શાકમાર્કેટ, ગાંધીચોક,મંદિર ફળીયુ, સટાક આબલી,બ્રાંચ શાળા થઇ તાલુકા હેલ્થ કચેરી-હાલોલ ખાતે પહોંચીને સમાપન કરવામા આવ્યુ હતું. રેલીના સમાપન બાદ તાલુકા હેલ્થ કચેરી –હાલોલ ખાતે સનફાર્મા સ્યુટીકલ ઇંડસ્ટ્રી લિમિટેડ- હાલોલ દ્વારા હાલોલ તાલુકાના ૨૭ ટીબી દર્દીઓને દત્તક લઇ પોષણયુક્ત રાશનકીટના વિતરણનુ કરાયું હતું અને ત્યારબાદ હરેશભાઇ માલીવાડ દ્વારા આભારવિધી કરવામા આવી હતી.

[wptube id="1252022"]
Back to top button