ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ : શ્રી એન. યુ. બિહોલા પી વી એમ હાઇસ્કુલ ઇસરી ખાતે શિક્ષકદિનની ઉજવણી કરાઈ :

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : શ્રી એન. યુ. બિહોલા પી વી એમ હાઇસ્કુલ ઇસરી ખાતે શિક્ષકદિનની ઉજવણી કરાઈ :

શિક્ષકોએ આપણા સમાજને શિક્ષિત કરવામાં અને વિશ્વને વધુ સારું સ્થાન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે માતાનું ગર્ભ માનવ શરીરને આકાર આપે છે, પરંતુ શિક્ષક માનવ મૂલ્યોને આકાર આપે છે.એક શિક્ષક વિદ્યાર્થીઓને જીવનમાં સારા માર્ગ પર લઈ જવા માટે હજારો તકોની બારી ખોલે છે

ભારતમાં 5 મી સપ્ટેમ્બરના રોજ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.જેમાં મેઘરજ તાલુકા ની શ્રી એન યુ બીહોલા પી વી એમ હાઇસ્કુલ ઇસરી ખાતે પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાર્થનાખંડની અંદર શાળાના સૌ વિદ્યાર્થીઓ એકત્રિત થયા હતા અને સૌ પ્રથમ પ્રાર્થના કરી શાળાના આચાર્ય પંચાલ કમલેશભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષક દિવસ નિમિત્તે માહિતગાર કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ પ્રાર્થનાખંડ ની અંદર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણની છબીને સુતરની આંટી પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી વધુમાં આ દિવસે શારા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ ભેગા મળીને શિક્ષક દિન નિમિત્તે ફાળો એકત્રિત કરી દિવ્યાંગ તેમજ વૃદ્ધાશ્રમમાં જે લોકો વસવાટ કરે છે તેમને માટે ફારો એકત્રિત કરી અર્પણ કરવાનો સંકલ્પ લઈ દરેક વિદ્યાર્થીઓ ફાળો એકત્રિત કરવા ગામ દીઠ જોડાયા હતા.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button