
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા: આર્મી જવાન અને બાપુનગરનો ટી આર બી જવાન દારૂની ખેપ મારતા હતા,મોડાસા ટાઉન પોલીસે કારમાં 48 બોટલ સાથે ઝડપ્યા

ગાંધીના ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં અધધ નફો રહેલો હોવાથી બુટલેગરો વિદેશી દારૂની ખેપ મારવા નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાતા આરોપીઓ દારૂબંધી માત્ર કાગળ પર હોવાની ચાડી ખાઈ રહ્યા છે.પોલીસ કર્મીઓ અને આર્મી જવાનો દારૂની ખેપ મારતા અનેક વાર જેલની હવા ખાઈ ચુક્યા છે ત્યારે વધુ એક વાર આર્મી જવાન અને ટીઆરબી જવાન અન્ય બે મિત્રો સાથે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાતા ભારે નાલોશીજનક ઘટના જોવા મળી હતી મોડાસા ટાઉન પોલીસ દારૂની ખેપ મારનાર આર્મી જવાન અને ટીઆરબી જવાન હોવાનું જાણી ચોંકી ઉઠી હતી
અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના આગમન પછી પોલીસતંત્ર પ્રોહિબિશનની કડક કાર્યવાહી કરી રહી છે મોડાસા ટાઉન પીઆઇ ડી.કે.વાઘેલા અને તેમની ટીમે નવીન માર્કેટયાર્ડ નજીક ચોકી પર રાજસ્થાન તરફથી આવતી સ્વીફ્ટ ડિઝાયર કારમાંથી શાહીબાગ આર્મી કેમ્પમાં ફરજ બજાવતા આર્મી જવાન અને બાપુનગર ટીઆરબીમાં ફરજ બજાવતા આરોપી અને અન્ય બે બુટલેગરોને 28 હજારથી વધુના દારૂ સાથે ઝડપી પાડતા આર્મી જવાન અને ટીઆરબી જવાનની હવા નીકળી ગઈ હતી
અમદાવાદ શાહીબાગ આર્મી કેમ્પમાં ફરજ બજાવતો શૈલેષ પ્રવીણ પરમાર અને અને બાપુનગરમાં TRB જવાન તરીકે ફરજ બજાવતો ચિરંજીવી મર્તાભાઈ ખરાડી અન્ય બે મિત્રો સાથે સ્વીફ્ટ ડિઝાયર શામળાજી તરફથી વિદેશી દારૂ ભરી મોડાસા શહેર તરફ આવી રહ્યા હતા નવીન માર્કેટયાર્ડ નજીક વોચમાં ઉભેલી મોડાસા ટાઉન પોલિસની ટીમે સ્વીફ્ટ ડિઝાયર કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની ઓફિસર ચોઈસ ક્લાસિક વહીસ્કી બોટલ નંગ-48 કીં.રૂ.28800/-ના જથ્થો મળી આવતા પોલીસે આર્મી જવાન શૈલેષ પ્રવીણ પરમાર (રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ,બાપુનગર-અમદાવાદ) અને ટીઆરબી જવાન ચિરંજીવી મર્તાભાઈ ખરાડી (રહે,શિવમ ફ્લેટ,બાપુનગર-અમદાવાદ, મૂળ રહે,ઝીંજોડી,ભિલોડા) તેમના મિત્ર 1)સંજય બાબુ પરમાર (રહે,શુભ લક્ષ્મી ફ્લેટ બાપુનગર-અમદાવાદ) તેમજ 2)દિલીપ બિપીનચંદ્ર લેઉઆ (રહે, ગુજરાત હાઉસીંગ બોર્ડ-અમદાવાદ) ને દબોચી લઇ વિદેશી દારૂ, કાર મળી કુલ રૂ.4.28800/-નો મુદ્દામાલ જપ્ત કરી ચારે બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી









