BANASKANTHAGUJARATPALANPUR

અમીરગઢ તાલુકાના કાનપુરા પગાર કેન્દ્ર શાળામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી 

5 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

 અમીરગઢ તાલુકાના કાનપુરા ગામે શ્રી કાનપુરા પગાર કેન્દ્ર શાળામાં આજરોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.શાળામાંથી 40 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે કામગીરી કરી શાળામાં પ્રાર્થનાથી શરૂ કરી.તમામ શૈક્ષણિક કામગીરી વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે નિભાવી હતી. શાળાના આચાર્યશ્રી મીનાક્ષીબેન આર પુરોહિતે તથા સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓએ કરેલી શિક્ષક તરીકેની ઉમદા કામગીરીને બિરદાવી આવી હતી.શાળાના શિક્ષકશ્રી અલ્પેશકુમાર એચ મકવાણાએ વિદ્યાર્થીઓને આવનાર ભવિષ્યમાં પ્રગતિના શિખરો સર કરે અને શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયને સ્વીકારી સમાજનું અને દેશનું કલ્યાણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અને શાળાના તમામ શિક્ષકોએ સાથ અને સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યું હતું.ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદ,જય જ્યોતિબા ફૂલે, જય સાવિત્રીબાઈ ફૂલે ને યાદ કરવામાં આવેલ હતાં.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button