GUJARATSINOR

માલસર ખાતે શ્રાવણ માસ નિમિત્તે 51 લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણી પૂજન નું આયોજન કરાયું

માંગલ્ય ધામ માલસર મૂકામે નર્મદા નદીના કિનારે આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે 51 લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણી નું આયોજન કરવામાં આવ્યું છે.તેનો મોટી સંખ્યામાં ભક્તજનો રોજેરોજ લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે.
માંગલ્ય ધામ માલસર મૂકામે આવેલ શ્રી સત્ય નારાયણ મંદિર ખાતે મહંત શ્રી જગન્નાથદાસજી મહારાજના સાંનિધ્યમાં ઈશ્વરભાઈ પ્રજાપતિના યજમાન પદે નિલેશભાઈ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ 40 ભૂદેવો દ્વારા રોજેરોજ વિવિધ સ્વરૂપના યંત્રો અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે.શ્રાવણ માસ નિમિત્તે 51 લાખ શિવ પાર્થેશ્વર ચિંતામણી પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે.તેનો મોટી સંખ્યામાં ભક્તજનો દર્શન નો લાભ લઇ ધન્યતા અનુભવી રહ્યા છે.
ફૈઝ ખત્રી..શિનોર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button