GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા જીલ્લા ખાતે ડિજિટલ ભારત ના ભાગરૂપે રાજ્ય સરકારની અનોખી પહેલ ”મહા સ્ટેટસ કેમ્પઇન

મહેસાણા જીલ્લા ખાતે ડિજિટલ ભારત ના ભાગરૂપે રાજ્ય સરકારની અનોખી પહેલ ”મહા સ્ટેટસ કેમ્પઇન”જિલ્લાના ૧૯૨૦ આંગણવાડી કેન્દ્ર ડિજિટલ અભિયાનમાં જોડાઇ પોષણ સંદેશાઓ પહોંચાડાશે.
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સમગ્ર દેશમાં તા. ૦૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન પોષણમાહ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પોષણ માહની શરૂઆત ડિજિટલ ભારતના ભાગ રૂપે ”મહા સ્ટેટસ કેમ્પઇન”થી કરવામાં આવી છે. જેમાં લાખો લોકોને સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મનાં સ્ટેટસ મોડ થકી મહિલા અને બાળ વિકાસ દ્વારા કાર્યરત યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ પહોચાડવામાં આવશે.“મહા સ્ટેટસ કેમ્પઇન”ની માહિતી દર મહિનાની ૨જી તારીખે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત યોજનાઓ તથા પોષણ વિષયક સંદેશાઓ વોટ્સઅપ સ્ટેટસ માટે તૈયાર કરવામાં આવશે.“મહા સ્ટેટ્સ કેમ્પઇન”માં માન. મંત્રી (મહિલા અને બાળ કલ્યાણ ) તથા માન. કમિશનર (મહિલા અને બાળ વિકાસ) જોડાશે. માન. મંત્રી ( મહિલા અને બાળ કલ્યાણ)નું કાર્યાલય તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત તમામ વડી કચેરીઓનાં અધિકારી, કર્મચારી તથા અન્ય સ્ટાફ જોડાશે. તમામ જિલ્લા, તાલુકા અને ઘટક કચેરીઓનાં અધિકારીશ્રી, કર્મચારી તથા અન્ય સ્ટાફ જોડાશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ જોડાયેલ તમામ સંસ્થાઓનાં સ્ટાફ જોડાશે. ગુજરાત રાજ્યની ૫૩૦૨૯ પૈકી જિલ્લાના ૧૯૨૦આંગણવાડી કેન્દ્રનાં આંગણવાડી કાર્યકર, આંગણવાડી તેડાગર તથા લાભાર્થીઓ જોડાશે એમ જણાવે છે સંકલિત બાળ વિકાસ યોજના ના પ્રોગ્રામ ઓફિસર જીજ્ઞાબેન દવે. “મહા સ્ટેટસ કેમ્પઇન”માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં કાર્યરત તમામ લોકો જોડાઇને જન જાગૃતિ અર્થે ગુજરાતનાં ખુણે ખુણે છેવાડાના માનવી સુધી પોષણ વિષયક સંદેશાઓ પહોચાડી પોષણ માહ – ૨૦૨૩નાં ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’નાં સંકલ્પને સાકાર કરવા પ્રયત્ન કરશે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button