BANASKANTHAGUJARATPALANPUR

શ્રીએલ.વી.નગરશેઠ હાઈસ્કૂલ સમૌ માં સ્વયંશિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી

4 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ડીસા તાલુકાના સમૌ મોટા ગામે શ્રી એલ.વી નગર શેઠ હાઈસ્કૂલ માં આજરોજ શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શાળામાંથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ માંથી45 જેટલા વિદ્યાર્થીઓએ શિક્ષક તરીકે કામગીરી કરી. શાળામાં પ્રાર્થનાથી શરૂ કરી તમામ શૈક્ષણિક કામગીરી વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે નિભાવી હતી. શાળાના પ્રધાન આચાર્ય શ્રી નટુભાઈ જોશી સાહેબ તથા સ્ટાફે વિદ્યાર્થીઓએ કરેલી શિક્ષક તરીકેની ઉમદા કામગીરી ને બીરદાવી હતી. જોષી સાહેબે વિદ્યાર્થીઓ આવનાર ભવિષ્યમાં પ્રગતિના શિખરો સર કરે અને શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયને સ્વીકારી સમાજનું અને દેશનું કલ્યાણ કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અને શાળાના તમામ શૈક્ષણિક સ્ટાફે સાથ અને સહકાર આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button