
મહેસાણા જીલ્લા માં પોષણના મહત્વ વિશે જાગૃતિ લાવવા 1થી 30 સપ્ટેમ્બર “પોષણ માહ ” ઉજવણી કરવાનો પ્રારંભ કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રમાં તેમજ ૧૫ ઘટકોમાં પોષણમાહ અંતર્ગત પોષણ શપથ લેવાયા હતા જેમાં
ગુજરાતની આંગણવાડીના ૧૫ લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન (THR) દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર . રાજ્યની ૬ લાખ સગર્ભા અને ધાત્રીમાતાઓ તેમજ ૧૧ લાખ કિશોરીઓને પણ આપવામાં આવે છે ટેક હોમ રાશન .બાળકો અને મહિલાઓના વધુ સારા પોષણ માટે આયુષ ટેક હોમ રાશન (THR) ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના થીમ સાથે ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ભારત ઉજવી રહ્યું છે ‘રાષ્ટ્રીય પોષણ માહ’, જેમાં ગુજરાત રાજય અને મહેસાણા જિલ્લો પણ સક્રિય ભાગ લેશે રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ તેમજ સંબંધિત વિભાગો દ્વારા રાષ્ટ્રીય પોષણ ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો જે પૈકી આરોગ્યના પોષણ શપથ સાથે મહેસાણા જિલ્લામાં પોષણ માહનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લાની ૧૯૨૦ આંગણવાડી કેન્દ્રમાં તેમજ ૧૫ ઘટકોમાં પોષણમાહ અંતર્ગત ફિલ્ડ લેવલના અધિકારીઓ ,કાર્યકરો તેમજ ચાવીરૂપ આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ શપથ લેવામાં આવ્યા હતા.મહિલા અને બાળ વિકાસ વિભાગ ,સંકલિત બાળ વિકાસ યોજના તેમજ પોષણ અભિયાન અંતર્ગત ”આજે હું ભારતના બાળકો કિશોરીઓ અને મહિલાઓને કુપોષણ મુક્ત , સ્વસ્થ અને સશકત કરવા વચન આપું છું .રાષ્ટ્રીય પોષણ માસ દરમિયાન હું દરેક ઘર સુધી યોગ્ય પોષણનો સંદેશો પહોંચાડી. યોગ્ય પોષણ એટલે પૌષ્ટિક આહાર ,શુદ્ધ પીવાનું પાણી ,સાચી ટેવો અને પદ્ધતિઓ. હું પોષણ અભિયાનને એક દેશ વ્યાપી જનાઅંદોલન બનાવીશ. દરેક ઘર, દરેક આંગણવાડી, દરેક શાળા ,દરેક ગામને દરેક શહેરમાં “સહી પોષણ: ની ગુંજ ઊઠશે. આ જન આંદોલનથી મારા ભારતીય ભાઈ બહેન અને બધા બાળકો સ્વસ્થ થશે અને પુરી ક્ષમતા પ્રાપ્ત કરશે . આ મારી પ્રતિજ્ઞા છ રાજ્ય સરકારના આ પોષણ અભિયાનના સૌએ શપથ લીધા હતા.મહેસાણા જિલ્લાના દસ તાલુકાઅ ગામડાઓમાં ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ – રાષ્ટ્રીય પોષણ માહ -૨૦૨૩નો આરંભ તઈ ગયો છે એમ સંકલિત બાળ વિકાસ યોજનાના પ્રોગ્રામ અધિકારી એ જણાવ્યું હતુ





