BANASKANTHAGUJARATPALANPUR
સાયન્સ એન્ડ કોમર્સે કોલેજ પાલનપુર ના બોટની ના વિદ્યાર્થીને નેશનલ વેસ્ટર્ન ઝોન માં સિલ્વર મેડલ મેળવ્યો
2 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા ડીસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ ના ટી. વાય. બોટની વિષયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિવેક પ્રણામી વેસ્ટ ઇન્ડિયન કરાટે એસોસિએશન દ્વારા આયોજિત નેશનલ સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સ્પર્ધા 25 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ, 2023 દરમ્યાન ગોવાના મડગાવ ખાતે યોજાઇ જેમ ૯ રાજ્યોમાંથી 800 સ્પર્ધકો જોડાયા. કરાટે માટે વિવેક ને શ્રીજયેશભાઈ પ્રજાપતિએ માર્ગદર્શન પૂરું પાડ્યું. બોટની વિભાગ તથા કોલેજ પરીવાર તેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
[wptube id="1252022"]





