30-ઓગષ્ટ.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
ભુજ કચ્છ :- ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી- ૨૦૨૦ ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ગત ૨૯ જુલાઈના રોજ મા. વડાપ્રધાન શ્રી ના કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ દિવસે મહોરમની જાહેર રજા હોવા છતાં પણ આ કાર્યક્રમ નિહાળવા માટે શિક્ષણ વિભાગ તરફથી શાળાઓ ચાલુ રાખવા અને શિક્ષકો તથા બાળકોને શાળામાં બોલાવવા સૂચના આપવામાં આવી હતી. આથી રજાના દિવસે પણ શાળાઓ કાર્યરત હતી. તાજેતરમાં કેટલાક જિલ્લાઓમાં મહોરમની રદ કરવામાં આવેલ રજાના બદલે અન્ય વળતર રજા બાબતનો પરિપત્ર થતાં કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પણ વળતર રજાની માંગ કરી છે. શિક્ષકો અને વિવિધ તાલુકા સંઘો મારફતે આ બાબતે રજૂઆત આવતા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, ધીરજ ઠક્કર, નિલેશ ગોર, ઘનશ્યામસિંહ જાડેજા સહિતના હોદ્દેદારો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમારને રૂબરૂ મળી મહોરમની રદ કરવામાં આવેલ રજાના બદલે નાગપાંચમ અથવા પારણા નોમની રજા જાહેર કરવા માંગ કરવામાં આવી હોવાનું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી કેરણા આહિરે જણાવ્યું હતું. પ્રત્યુતરમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી પરમારે પણ આ બાબતે હકારાત્મક અભિગમ અપનાવી સાતમ – આઠમના તહેવાર સુધારવાનો અણસાર આપ્યો હતો.









