
ગતરોજ તારીખ ૨૯ /૮/૨૦૨૩ ના રોજ ઉત્તર પ્રદેશ જનપદહાપુદ માં પોલીસે જે બર્બરતા પૂર્વક વકીલો પર લાઠીચાર્જ કરેલ અને જાનથી મારી નાખવાના ઇરાદાથી ઘાતકી હુમલો કરી કાયદો હાથમાં લઈ વકીલોને ગંભીર ઇજાઓ પહોંચાડી તેનો વિડીયો વાયરલ થયેલ હતો.જે સમગ્ર ઘટનાને જંબુસર બાર એસોસિએશન દ્વારા અગત્ય ની મીટીંગ બોલાવી સખત શબ્દમાં આ કૃત્યને વખોડી ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો હતો. મીટીંગ અને વિરોધ માં પ્રમુખ અરવિંદભાઈ કરમાડવાલા, ઉપ-પ્રમુખ સાજીદભાઈ પટેલ ,સેક્રેટરી વસીમુદ્દીન સૈયદ સહિત સભ્યો હાજર રહ્યા હતા. ધી જંબુસર બાર એસોસિએશન વકીલો ઉપર હુમલો કરનાર ઇસમો ની સામે યોગ્ય તપાસ કરી, જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સખત સજા કરવા કાયદેસર પગલા ભરવા વિનંતી કરી. આ સહિત વકીલો ઉપર વારંવાર આવા બનાવો બનતા હોય એડવોકેટ પ્રોટેકશન બિલ એક્ટ અમલમાં લાવવા તથા ઘટતી કાર્યવાહી કરવા માગણી કરી હતી.અને ઉત્તર પ્રદેશ બાર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ ઠરાવને સમર્થન કર્યું હતું.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ





