BANASKANTHAGUJARATTHARAD

થરાદની દેવ વિદ્યામંદિર શાળા મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માટે પસંદગી પામી

30 ઓગસ્ટ

પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
થરાદ શહેરમાં આવેલી દેવ વિદ્યામંદિર શાળા છેલ્લા આઠ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવી દિશામાં કાર્ય કરી રહી છે.અહી બાલવાટિકા થી ધોરણ 12 સુધીના અભ્યાસ વર્ગો ચાલે છે.શિક્ષણની સાથે સાથે જીવન શિક્ષણના પાઠ શીખવવામાં આવે છે.શાળાના સંચાલક દેવાભાઈ પટેલ દ્વારા સતત દેખરેખ અને હાજરીના લીધે શાળા વિવિધ પ્રવૃતિઓ થકી અગ્રેસર બની રાજ્ય કક્ષા સુધી બાળકો એ ભાગ લીધેલ છે.
આ વર્ષથી શરૂ થયેલ ધોરણ 08 માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ માં પાસ થઈ મેરીટ માં આવનાર બાળકોને ધોરણ 09 થી 12 માટે અભ્યાસ માટે દેવ વિદ્યામંદિર થરાદ ની પસંદગી થઈ છે.જેમાં ધોરણ 09 અને 10 માં 22000 અને 11 અને 12 માં 25000 જેટલી શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે.આમ કુલ ધોરણ 09 થી 12 માં 1,42000 શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે.જે શાળા નું ધોરણ 10 નું બોર્ડ નું પરિણામ 80 ટકા થી વધુ હોય તેવી શાળાઓ પસંદ કરવાની હતી જેમાં થરાદ શહેર ની 3 શાળા પસંદ થી જેમાં દેવ વિદ્યામંદિર ની પસંદગી થતાં શાળા ના આચાર્ય જયેશભાઈ પંડ્યા દ્વારા જણાવવામાં આવે છે કે આપની આજુબાજુ જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પાસ કરી મેરીટ માં આવનાર બાળક આ યોજના થી વંચિત ન રહી જાય અને તાત્કાલિક એડમિશન લઈ લે તેમ જણાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button