BANASKANTHAGUJARATPALANPUR
સરદારકૃષિનગર વિદ્યાલય ખાતે ” પ્રકૃતિ વંદના ” કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું


29 ઓગસ્ટ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
આજરોજ તા.29 ઓગસ્ટ 23 ના રોજસરદારકૃષિનગર વિદ્યાલય ખાતે *” પ્રકૃતિ વંદના ” કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું.આચાર્યશ્રી તેજસભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ વિભાગના કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓએ પ્રકૃતિના પ્રતિક સમા તુલસીજી નું પૂજન કરી આરતી-વંદના કરી.ગુરુજીઓએ પોતાના વ્યક્તવ્ય બોધ થકી પ્રકૃતિના મહત્વ અને જાળવણી બાબતે વિદ્યાર્થીઓને જ્ઞાત કર્યા.સમગ્ર શાળા પરિવાર દ્વારા રક્ષાબંધન પર્વ ની ઉજવણી પણ કરવામાં આવી.શાળાની દિકરીઓએ પોતાના સહાધ્યાયી ભાઈઓને રાખડી બાંધી સુંદર ઉજવણી કરી..સમગ્ર શાળા પરિવારે બન્ને કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો અને સહયોગ આપ્યો.એક સુંદર આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું.
[wptube id="1252022"]









