આજરોજ રૂનાડ ની શ્રીરામકબીર ઉ.બુ.વિદ્યાધય માં રક્ષાબંધન નિમિત્તે પ્રવાસી શિક્ષિકાબેન શ્રીમતિ ધર્મિષ્ઠાબેન પરમાર તથા કુ. કુસુમબેન ભિલાલા ના માર્ગદર્શન હેઠળ પ્રથમ વાર રાખડી બનાવવાની સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

. જેમાં કુલ 17 બાળકોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. બાળકોએ પોતાની વિશેષ આવડતથી ખૂબ જ કલાત્મક રીતે પોતાની પાસે જે વસ્તુઓ ઉપલબ્ધ હોય તેમાંથી સુંદર રાખડીઓનુઓનું નિર્માણ કર્યું હતુ. સ્પર્ધાને અંતે
પ્રથમ નંબરે પટેલ શ્રુતિ તથા ભટ્ટ માહિ રહ્યા હતા.
બીજા નંબરે પટેલ પ્રીતિ અને વાળંદ સ્નેહલ રહ્યા હતા.
ત્રીજા નંબરે પરમાર ચાંદની અને પરમાર તુષાર રહ્યા હતા. સૌ ભાગ લેનાર 17 સ્પર્ધકો અને વિજેતા થયેલ સ્પર્ધકોને આચાર્ય શ્રી છગનભાઈ પરમારે અભિનંદન આપ્યા હતા. અને ભવિષ્યમાં રાખડી બનાવીને રોજગારી પણ પ્રાપ્ત કરી શકો છો. એવું માર્ગદર્શન આપ્યું હતું. સ્પર્ધામાં ધર્મિષ્ઠાબેન અને કુસુમબેને નિર્ણાયક ની ફરજ નિભાવી હતી.રિ
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ