
તા.૨૮/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ગુજરાત રાજયમાં ગ્રામ્ય સ્તરે પેયજળ વ્યાવસ્થાપન માટેના કાર્યક્રમનાં અમલીકરણ માટે “ઓગ્મેન્ટેશન ઈન જનરલ રૂરલ એરીયા” હેઠળ રાજકોટ જિલ્લામાં હાથ ધરાતા કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ(વાસ્મો)ની રચના કરવામાં આવેલ છે. જેની બેઠક કલેકટરશ્રીનાં અધ્યક્ષ સ્થાને તા.૩૧/૦૮/૨૦૨૩ સાંજે ૪:૩૦ કલાકે રાજકોટ કલેકટર કચેરી ખાતે યોજાશે, સંબંધિત સર્વે સરકારી વિભાગોના અધિકારીઓ અને સમિતિના સભ્યોને આ બેઠકમાં સમયસર ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને કાર્યપાલક ઈજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]








