
રાજકોટ જિલ્લાના તમામ ઘટકના બાળ વિકાસ યોજના અધિકારી તેમજ એન એન એમ સ્ટાફ હાજર રહ્યા
૨૮ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર.
નિલેશ સોલંકી ઉપલેટા
ઘેલા સોમનાથ ખાતે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા ના અધ્યક્ષ સ્થાને પોષણ વર્કશોપ યોજાયો જેમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સવિતાબેન વાસાણીજસદણ પ્રાંત અધિકારી શ્રી જસદણ વિછીયા ના તાલુકા હેલ્થ ઓફિસર તેમજ રાજકોટ ન્યુટ્રિશન ઓફિસર હાજર રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કુપોષણને દૂર કરવા માટે જુદી જુદી યોજનાઓ વિશે સમજાવીને કુપોષણને કઈ રીતે નાબૂદ કરવું તેની સમજ આપવામાં આવી હતી તે ઉપરાંત જસદણ મેડિકલ ઓફિસર શીતલબેન મેણીયા તેમજ જિલ્લા ફૂડ ન્યુટ્રિશન ઓફિસર ચક્ષુબેન દ્વારા પણ કુપોષણ કઈ રીતે નાબૂદ કરવું તેની સમજ આપવામાં આવી હતી સરકાર દ્વારા ચાલી રહેલ કુપોષણ મુક્ત ભારત અભિયાનને કુપોષણ માટે સુપોષણ મળી રહે તે માટેના તમામ પ્રયત્નો કરીને આંગણવાડી વર્કર બહેનો તેમજ આશા વર્કર બહેનોને વિભાગ દ્વારા સમજ આપવામાં આવી હતી