*તાલુકાકક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬મી જુલાઈના રોજ યોજાશે*
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૧૧/૦૭/૨૦૨૩
ભરૂચ લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કોઈ પણ અરજદાર વ્યકિતગત પ્રશ્ન કે જેમાં કોર્ટ મેટર, નિતિવિષયક અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ સંબંધિત કચેરીમાં થતો ન હોય તો તેવા કામોનો નિકાલ આ કાર્યક્રમમાં કરવામાં આવશે. જે મુજબ મે મહિનાની તા.૨૬મી જુલાઈ દરેક તાલુકાકક્ષાએ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે. જયારે તા.૨૭ મી જુલાઈના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે.
તા.૨૬મી જુલાઈના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે ભરૂચ જિલ્લા કલેક્ટર મામલતદાર કચેરી, ભરૂચ(ગ્રામ્ય)માં ઉપસ્થિત રહેશે.જિલ્લા વિકાસ અધિકારી નેત્રંગ તથા પોલીસ અધિક્ષક ભરૂચ-આમોદ તાલુકામાં મામલતદાર કચેરીમાં યોજાનારા ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’માં હાજર રહી લોકોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી નિરાકરણ કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં અરજી મોકલી આપવા જણાવામાં આવ્યું છે.
આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૬મી જુલાઈના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં જે તે તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત દરેક તાલુકામાં જે તે તાલુકાના નાયબ કલેકટર તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. તેમ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.