
તા.૨૭.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
સંજેલી ની ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા 18 વર્ષથી કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ બાળકો, અપંગ બાળકો અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે સાથે જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી – મોરા – સુખસર તાલીમ કેન્દ્રોના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમ વર્ગ સંજેલી ખાતે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને રૈયોલી બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમ ની મુલાકાત લીધી હતી. ત્યાં સંપૂર્ણ ડાયનાસોર રસપ્રદ ની માહિતી મેળવી હતી અને તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ ખુશ જણાતા હતા અને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો અને બપોરે 2 કલાકે ભોજન આપવામાં આવ્યું હતું જેમાં રોટલી, બે શાક, દાળ- ભાત, પાપડ, છાશ, મીઠાઈ બાળકોએ પેટભેર ભોજન લઈને આવેલ પાર્કમાં મેદાનમાં ટીમલીના તાલે ઝૂલી ઉઠયા હતા. ત્યાંથી 4 કલાકે રવાના થયા હતા અને રસ્તામાં મહીસાગર નદી, ગોધરના દર્શન કર્યા હતા સાંજે અંદાજે સાંજે 6.30 કલાકે ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે આવી પહોંચ્યા હતા. આ એક દિવસીય પ્રવાસમાં મોરા ક્લાસના સંચાલક શ્રી અશ્વિનભાઈ સી. સંગાડા તથા શ્રદ્ધા વિદ્યાલય સ્ટાફ સેલોત નિકિતાબેન, કિંજલબેન પલાસ, જનકભાઈ, કિરણભાઈ સેલોત, મકવાણા જનતાબેન ડી. તેમજ અન્ય ઉત્સાહી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તમામ નો આભાર જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપકુમાર મકવાણાએ વ્યક્ત કર્યો હતો








