
વિજાપુર તાલુકાના વસઈ ગ્રામજનો એ તાલુકો ની માંગણી સાથે ગ્રામસભા યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના વસઈ ગામ ના લોકોએ વસઈ ગામને તાલુકા નો દરજ્જો આપવા ની માંગણીઓ સાથે ગ્રામસભા ભરી હતી જેમાં જો વસઈ ગામને તાલુકાનો દરજ્જો આપવામાં નહિ આવે તો આગામી દિવસોમાં આવતી લોકસભાની ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે તેવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી હતી વસઈ ગામે તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ રમેશજી ચાવડા ની ઉપસ્થિતિ માં તાલુકા નો ઘટાડો દરજ્જો પ્રાપ્ત કરવા માટે ગ્રામસભા યોજાઈ હતી જેમાં વસઈ ગામમાં પોલીસ મથક તેમજ મોટી ગ્રામ પંચાયત તેમજ દવાખાના સહિત ની ઘણી સુવિધાઓ પ્રાપ્ત છે અહીં 20000 થી વધુ લોકો નો વસવાટ છે ગામમાં અલગ અલગ જાતિના લોકો રહે છે ગામનો પણ વિકાસ થયેલ છે જો ગોજારીયા ને તાલુકા માં સમાવેશ કરવામાં આવતો હોય તો 13 જેટલા ગામો સાથે સંકળાયેલા વસઈ ગામને તાલુકો બનાવવા માટે ગ્રામજનો માં ઉકળાટ ઉભો થવા પામ્યો છે જો વસઈ ગામને તાલુકા નો દરજ્જો આપવામાં નહીં આવે તો આગામી દિવસો માં આવતી ચૂંટણી ઓ નો ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવામાં આવશે તેવી ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી છે





