GUJARATKUTCHNAKHATRANA

સરસ્વતમ્ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણાના વિધાર્થીઓએ નખત્રાણા તાલુકા શાળાકીય એથ્લેટિક્સમાં મેદાન માર્યુ.

26-ઓગષ્ટ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા કચ્છ :- નખત્રાણા તાલુકાની શાળાકીય એથ્લેટિક્સમાં સરસ્વતમ સંચાલિત પી.એ.હાઇસ્કૂલ, નિરોણાના ૧૭ વિધાર્થીઓએ અન્ડર ૧૪, ૧૭ અને ૧૯ માં ભાગ લીધેલ હતો. જેમા અન્ડર ૧૭ માં ૩૦૦૦ મીટર દોડ અને ઊંચી કુદ માં આયર નિલમ હીરજી નો પ્રથમ ક્રમ, જ્યારે લંગડી ફાળ કુદ માં આયર પૂજા મમુભાઈ નો દ્વિતીય ક્રમ તેમજ લંગડી ફાળ કુદ અને ૮૦૦ મીટર દોડ માં આયર ભાવના પ્રવીણભાઈ નો તૃતીય ક્રમ આવેલ હતો. અન્ડર ૧૯ માં ૪૦૦ મીટર દોડ માં માતા દિપેન અરવિંદભાઈ નો પ્રથમ નંબર, ૨૦૦ મીટર દોડ માં આયર પારુ દેવજીભાઇ નો પ્રથમ નંબર તેમજ ૪૦૦ મીટર દોડ માં આયર પારુ માવજીભાઈ નો પ્રથમ ક્રમ આવેલ હતો. લાંબી કુદ માં આયર પારુ માવજીભાઇ નો દ્વિતીય નંબર અને આયર પારુ દેવજીભાઇ નો તૃતીય નંબર આવેલ હતો. તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય શ્રી ડૉ વિ.એમ.ચૌધરી સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ હતુ. આ સ્પર્ધામાં વિધાર્થીઓના મેનેજર તેમજ કોચ તરીકે શાળાના વરિષ્ઠ શિક્ષક બાબુભાઈ પરમાર સાહેબ તેમજ રમેશભાઈ ડાભીએ સેવાઓ આપેલ હતી. શાળાના આચાર્ય શ્રી તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા તમામ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવવામાં આવેલ હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button