GUJARATMEHSANAVIJAPUR

વિસનગર નૂતન હોસ્પિટલમાં સ્પાઇન સર્જરી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિના મૂલ્ય દર્દીઓનું ઓપરેશન કરાયુ

વિસનગર નૂતન હોસ્પિટલમાં સ્પાઇન સર્જરી આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત વિના મૂલ્ય દર્દીઓનું ઓપરેશન કરાયુ
【હલનચલન અને નિત્યક્રમની ક્રિયાઓ કરવામાં લાંબા સમયથી તકલીફ ભોગવવી રહેલા અરવિંદભાઇ વિસનગરની નૂતન હોસ્પિટલમાં પીડામુક્ત થયા】
(Atlanto- occipital dislocation with assimilation of C1ની રેર સર્જરી હોસ્પિટલના તબીબોએ સફળતાપૂર્ણ પાર પાડી)
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટિંટોદણ ગામના રહેવાસી ૩૨ વર્ષીય અરવિંદભાઈ રાવળ પાંચેક વર્ષથી ગરદનના મણકાની તકલીફથી પીડાઇ રહ્યા હતા.
અગાઉ ગાડી માંથી પડી જવાથી Atlanto- occipital dislocation with assimilation of C1 એટલે કે ખોપડી અને ગરદન ના મણકા વચ્ચે અસ્થિરતા ની તકલીફ ઉભી થઇ હતી.જેના લીધે તેઓને બંને હાથ અને પગ માં નબળાઈ, શરીર નું બેલેન્સના રહેવું, ચાલવામાં તકલીફ પડવી, ખાલી ચડવી, ચક્કર આવવા જેવી અનેક તકલીફો રહેતી હતી.
આ બીમારી ખૂબ જવલ્લે જ જોવા મળતી મણકાની બીમારીઓ માંની એક છે. ઉપરોક્ત તકલીફ ના નિવારણમાટે તેમને નજીક ના ડોક્ટરની સલાહ લીધી, તેમને આ બીમારીની ગંભીરતા વિશે સમજાવ્યું અને તેની સારવાર અને ઑપરેશન માટે ખર્ચ સમજાવ્યો.જે અંદાજે 3-4 લાખ રૂપિયા જેટલો હતો . જે આ ગરીબ દર્દી માટે અશક્ય બની રહ્યો હતો.ઑપરેશનસાથે સંકળાયેલા જોખમો સમજાવ્યા જેવા કે આખા શરીર માં લકવો થવો, વેન્ટિલેટર અને આઇસીયુ માં ખસેડવા તેમજ જાનનું પણ જોખમ હોવું.જેથી આ ઑપરેશન અમદાવાદ જેવા મોટા શહેર માં કરાવવાની સલાહ આપી.
પરંતુ આર્થિક ભીંસ હોવાથી આ ગરીબ દર્દી માટે આ સર્જરી અશક્ય બની રહી હતી‌ તેવામાં એક તબીબની સલાહ થી તેઓ વિસનગર ખાતે નૂતન હોસ્પિટલ માં ઓર્થોપેડીક વિભાગના વડા તેમજ સ્પાઈનસર્જન અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના પુર્વ સુપ્રીટેન્ડન્ટ ડૉ. જયપ્રકાશ મોદી પાસે આવ્યા.જ્યાં તેમનું યોગ્ય નિદાન કરી ઑપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું.
અતિ જોખમી એવી આ સર્જરીમાં જોખમ ઘટાડવા
neuromonitoring જેવી અત્યાધુનિક અને મોંઘી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો અત્યંત જટિલ ગણાતું ઓપરેશન ડૉ. મોદીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું. દર્દી ઓપરેશન ના બીજા દિવસે જ તકલીફ વગર ચાલતા થયા. વિસનગરની નૂતન હોસ્પિટલ ખાતે આ ખૂબ મોંઘી અને જટિલ ગણાતી સ્પાઈન સર્જરી આયુષ્માન ભારત યોજના હેઠળ વિનામૂલ્યે કરવામાં આવી. દર્દી તેમજ તેના પરિવારના સભ્યો એ સારવાર બદલ ડૉ. જયપ્રકાશ મોદી તથા તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button