
તા.૨૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પ્રધાનમંત્રીશ્રીના ટી.બી. મુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ દ્વારા પ્રતિ મહિને ટીબીના ૬૦ જેટલા જરૂરીયાતમંદ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કરીને તેના માધ્યમથી ટી.બી. અંગે લોક જાગૃતિ પણ પુરી પાડવામાં આવે છે.


જે અન્વયે હાલમાં જ પોષકતત્વોના આહારની કીટ વિતરણનો કાર્યક્રમ જિલ્લા ક્ષય કેન્દ્ર, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં સ્નેહ ફાઉન્ડેશનના સહકારથી અને પ્રીતિબેન અનિલભાઈ, પ્રીતિબેન દિપકભાઈ અને હર્ષાબેનના સહયોગથી ટીબીના ૨૧ દર્દીઓને પોષણ આહાર કીટનું વિતરણ કરાયું હતું.

આ વિતરણ કાર્યક્રમમાં જિલ્લા ક્ષય કેન્દ્રના જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડૉ ઘનશ્યામ મહેતા, ડૉ સુરેશ લક્કડ તથા ડૉ બાદલ વાછાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
[wptube id="1252022"]








